Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની ચૂસ્ત સુરક્ષા માટે સરકારના પોલીસને આદેશ

પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની ચૂસ્ત સુરક્ષા માટે સરકારના પોલીસને આદેશ

0
2437

બિનસચિવાલય પરીક્ષા વિવાદ બાદ પાંચ હજારથી વધારે બેરોજગારો આંદોલનના માર્ગે ચાલી પડ્યા છે. રાત્રી દરમિયાન પણ આંદોલનકારી વિદ્યાર્થીઓએ પોતાનું વિરોધ પ્રદર્શન શરૂ રાખ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ સવારથી ભૂખ્યા-તરસ્યા પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. આ દરમિયાન રૂપાણી સરકારે બપોર બાદ રાત્રે સાડા નવ વાગ્યાની આસ-પાસ બીજી વખત બેઠક યોજી હતી. રૂપાણી સરકારે યોજેલી કેબિનેટ બેઠકમાં સરકારે કહ્યુ કે, ઉમેદવારો સાથે સરકાર કોઇ વાટોઘાટો કરશે નહીં. કોઇ અધિકારી કે મંત્રી પણ ઉમેદવાર સાથે ચર્ચા નહી કરે.

 વિશ્વસનિય સુત્રના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ઉપરોક્ત નિર્ણય ઉપરાંત પણ અન્ય એક નિર્ણય લેવામાં આવ્યો હતો. તે નિર્ણય અનુસાર ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની સુરક્ષામાં કોઈ ચૂક થાય નહીં અને અફવાના કારણે ભાગદોડ ના મચે તે માટે સરકારે પોલીસને આદેશ આપ્યા છે. ડીએસપી મયુર સિંહ ચાવડાએ ગાંધીનગરમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને પણ જણાવ્યું હતુ કે, “કોઈપણ અફવા પર ધ્યાન આપતા નહીં અને કોઇ અફવા આવે તો સૌથી પહેલા પોલીસનું ધ્યાન દોરવું.”

આમ મુખ્યમંત્રી અને હોમ મીનિસ્ટરની થયેલી સેકન્ડ બેઠકમાં વિદ્યાર્થીઓ સાથે કોઇ અનિચ્છનિય ઘટના બને નહીં તે માટે પોલીસને સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે. જેને લઇને મયુર સિંહ ચાવડાએ પણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સલાહ-સૂચન આપ્યા છે. આમ સરકારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની ચૂસ્ત સુરક્ષાની ગોઠવણ કરવાનો આદેશ પોલીસને આપી દીધો છે.

બિન સચિવાલય ક્લાર્કમાં ગેરરીતિ મામલે સરકારે યોજી બેઠક, રૂપાણી સરકાર પરીક્ષાર્થીઓ સાથે ચર્ચા નહી કરે