Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > કેન્દ્રીય કર્મચારીઓના વધારાના ખર્ચમાં 20%નો ઘટાડો કરવા આદેશ

કેન્દ્રીય કર્મચારીઓના વધારાના ખર્ચમાં 20%નો ઘટાડો કરવા આદેશ

0
161

કેન્દ્ર સરકારની કચેરીઓ અને કર્મચારીઓ સુધી ખર્ચમાં ઘટાડો થયો છે. કોરોના મહામારી પછી પ્રથમ વખત કેન્દ્ર સરકારના વિભાગ અને મંત્રાલય ઓવરટાઈમ ભત્તા અને રિવાર્ડ્સ વગેરે જેવા ખર્ચાઓમાં 20 ટકાનો કાપ કરશે.

કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારના ખર્ચ પર અંકુશ લગાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ કેન્દ્ર સરકારના કર્મચારીઓના ઓવરટાઈમ ભથ્થા જેવી અનેક ચીજોને પ્રભાવિત કરશે.

ઉલ્લેખનિય છે કે નાણા મંત્રાલયે પાછલા નાણાકીય વર્ષમાં બે વખત મંત્રાલયો અને વિભાગો દ્વારા ખર્ચમાં કાપ મૂકવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ઓવરટાઈમ ભથ્થા અને રિવોર્ડ્સ જેવી બાબતો પર આવો કોઈ જ આદેશ આપ્યો નહતો.

જોકે, ગુરૂવારે નાણામંત્રાલયના ખર્ચ વિભાગને એક જ્ઞાપન રજૂ કર્યો જે ભારત સરકારના બધા સચિવો અને મંત્રાલયો અને વિભાગોના નાણાકીય સલાહકારોને મોકલવામાં આવ્યો. જેમાં વધારાના ખર્ચને રોકવા માટે પગલાઓ ભરવા અને તેમાં 20 ટકાનો ઘટાડો કરવાનું કહેવામાં આવ્યું છે. આમ એક તરફ દેશમાં મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ લોકોની કમાણી ઓછી થઈ રહી છે. હવે આની અસર સરકારી કર્મચારીઓ સુધી પહોંચી ગઈ છે.

મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રાલયો/વિભાગોથી અનુરોધ છે કે ટાળી શકાય તેવી બિન-યોજનાકીય ખર્ચાઓ ઓછા કરવા માટે પગલાઓ ભરે. આ ઉદ્દેશ્ય માટે 2019-20માં ખર્ચને આધાર રેખાના રૂપમાં લેવામાં આવી શકે છે.

જે બાબતોમાં ખર્ચાઓમાં ઘટાડો કરવાનું કહેવામાં આવ્યું છે તેની લિસ્ટ આ પ્રકાર છે-

ઓવરટાઇમ ભથ્થું, પુરસ્કારો, ઘરેલું મુસાફરી, વિદેશી મુસાફરી ખર્ચ, ઓફિસ ખર્ચ, ભાડા, દરો અને કર, રોયલ્ટી, પ્રકાશનો, અન્ય વહીવટી ખર્ચ, પુરવઠા અને સામગ્રી, રાશનની કિંમત, પીઓએલ, કપડાં અને તંબુ, જાહેરાત અને પબ્લિસિટી, નાના કામો, જાળવણી, સેવા શુલ્ક, યોગદાન અને અન્ય શુલ્ક.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat