Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં ઓફિસો, સંસ્થાઓ, અમર એકમોમાં કર્મીઓની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે

અમદાવાદમાં ઓફિસો, સંસ્થાઓ, અમર એકમોમાં કર્મીઓની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે

0
46

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. વધી રહેલા કેસને લઈ તંત્ર દ્વારા વિવિધ પગલા પણ લેવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શહેરમાં આવેલી તમામ ઓફિસો,સંસ્થાઓ અને અમર એકમોમાં 50 ટકા જ સ્ટાફ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.

તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા હતાં જે અનુસાર તમામ પ્રકારની ખાનગી ઑફિસો,ખાનગી સંસ્થાઓ, અમર એકમોમાં કર્મચારીઓની સંખ્યા 50ટકા સુધીની રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો .જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે.

જે અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં આવતી તમામ ખાનગી ઑફિસો, સંસ્થાઓમાં 50 ટકા સુધીનો જ સ્ટાફ બોલાવી શકાશે.જેમાં દરેક ઓફિસ/ સંસ્થાએ પોતાના કર્મચારીઓ ઓલ્ટરનેટ દિવસે ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયમાંથી ઓદ્યોગિક એકમોને બાકાત રાખવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat