Gujarat Exclusive > યુથ > મનોરંજન > પંજાબમાં અક્ષયકુમારની ફિલ્મ સૂર્યવંશીનો વિરોધ, થિયેટર માલિકોને ખેડૂતોની ધમકી

પંજાબમાં અક્ષયકુમારની ફિલ્મ સૂર્યવંશીનો વિરોધ, થિયેટર માલિકોને ખેડૂતોની ધમકી

0
45

અક્ષય કુમારની રિલિઝ થયેલી ફિલ્મ સૂર્યવંશીને પંજાબમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આખા દેશમાં હજારો સ્ક્રીન પર આ ફિલ્મ રિલિઝ થઈ છે ત્યારે પંજાબમાં આ ફિલ્મનો વિરોધ ફિલ્મના નિર્માતાઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

પંજાબમાં ખેડૂત સંગઠન દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે સોશિયલ મીડિયા પર બોયકોટ સૂર્યવંશીનો ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે.પંજાબના ઘણા થિયેટરમાં ખેડૂત સંગઠને આ ફિલ્મ ચલાવવા દીધી નથી.

અહેવાલ પ્રમાણે પંજાબના બે થિયેટરોએ ફિલ્મ રિલિઝ કરવાની ના પાડી દીધી છે.તેમને ડર છે કે, ખેડૂતો થિયેટરમાં તોડફોડ કરશે.

અક્ષય કુમારની ફિલ્મના વિરોધનુ કારણ તેમની ભાજપ સાથેની કહેવાતી નિકટતા છે.જેના કારણે ખેડૂત સંગઠને આ ફિલ્મના બોયકોટનુ એલાન આપ્યુ છે.પીએમ મોદી સાથે પણ અક્ષય કુમારને નિકટતા હોવાનુ ખેડૂત સંગઠનો માની રહ્યા છે.

ખેડૂત સંગઠનોએ આ ફિલ્મનો બોયકોટ કરવાનુ નક્કી કર્યુ છે.એવુ કહેવાય છે કે, ફિલ્મના વિરોધમાં એક રેલી કાઢવાનુ પણ આયોજન કરાયુ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat