Gujarat Exclusive > દેશ-વિદેશ > શિયાળુ સત્રથી શરૂ થયેલી CAA બબાલની અસર બજેટ સત્ર પર પણ, સરકારને ઘેરશે વિપક્ષ

શિયાળુ સત્રથી શરૂ થયેલી CAA બબાલની અસર બજેટ સત્ર પર પણ, સરકારને ઘેરશે વિપક્ષ

0
287

નવી દિલ્હી: શિયાળુ સત્રમાં પાસ થયેલા નાગરિક્તા સંશોધન કાયદા (Citizenship Amendment Act)ને લઈને જે બબાલ શરૂ થઈ હતી, તેની અસર હવે બજેટ સત્ર પણ પણ જોવા મળે તેવું જણાઈ રહ્યું છે. નાગરિક્તા કાયદા વિરૂદ્ધ દેશમાં અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શનનો લાભ ખાટવા અને દિલ્હી વિધાનસભા ચૂંટણીને જોતા વિપક્ષે આ કાયદા પર મોદી સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે.

સરકાર સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જ્યારે કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ તરફથી દેશની હાલની સ્થિતિ પર ચર્ચા માટે નોટિસ આપવામાં આવી છે. જામિયા વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનાઓ પર વિપક્ષ સરકારને ઘેરવાના મૂડમાં છે.

કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ અને આનંદ શર્માએ રાજ્યસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. રાજ્યસભાના રુલ 267 અંતર્ગત બન્ને નેતાઓએ NRC-NPRને લઈને દેશભરની સ્થિતિ પર ચર્ચા કરાવવા માટે નોટિસ આપી છે.

કોંગ્રેસ ઉપરાંત ઈન્ડિયન મુસ્લિમ લીગના સાંસદ પીકે કુનહલકુટ્ટીએ પણ લોકસભામાં જામિયા ફાયરિંગને લઈને સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, સાંસદ પ્રવેશ વર્માના નિવેદનોને લઈને પણ નોટિસમાં સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક સાંસદો જામિયા, નાગરિક્તા સંશોધન એક્ટ ઉપરાંત કોરોના વાયરસ અને રેલવે ઈ-ટિકિટના મુદ્દા પર ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે.

સબરીમાલા સહિત આ ધર્મોમાં મહિલાઓ સાથે થાય છે ભેદભાવ, SCમાં આજે થશે સુનાવણી