Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > આવી રહ્યો છે Oppoનો પ્રથમ Smart TV, પોપઅપ કેમેરા સહિત આકર્ષક ફિચર્સ

આવી રહ્યો છે Oppoનો પ્રથમ Smart TV, પોપઅપ કેમેરા સહિત આકર્ષક ફિચર્સ

0
178

નવી દિલ્હી: ચીનની પોપ્યુલર સ્માર્ટફોન કંપની ઓપ્પો હવે હોમ એન્ટરટેઇન્મેન્ટની દુનિયામાં એન્ટ્રી કરવા જઇ રહી છે અને 19 ઓક્ટોબરે સ્માર્ટ ટીવી લોન્ચ કરશે. ઓપ્પોએ સોમવારે 12 ઓક્ટોબરે જાહેરાત કરી છે કે 19 તારીખે શંઘાઈમાં એક ઇવેન્ટમાં ઓપ્પો સ્માર્ટ ટીવીની સાથે જ બીજી પણ અન્ય પ્રોડક્ટ લોન્ચ કરશે. હવે લોકોમાં ઓપ્પો સ્માર્ટ ટીવીની ભારતમાં એન્ટ્રી અને તેની કિંમત જાણવાને લઇને ઉત્સુક્તા વધી ગઈ છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે આ મહિનાના અંત સુધીમાં ભારતમાં પણ ઓપ્પો સ્માર્ટ ટીવી લોન્ચ કરી દેવામાં આવશે.

પોપઅપ કેમેરા અને સારી સાઉન્ડ ક્વાલિટી

માહિતી મળી રહી છે કે સૌથી પહેલા ઓપ્પોના 55 ઇન્ચ અને 65 ઇન્ચ વાળા બે ટીવી મોડલ લોન્ચ કરવામાં આવશે. આ બંને સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ બેસ્ડ હશે અને તેમાં 4k વીડિયો જોઇ શકાય છે. ઓપ્પોના આ બંને ટીવીમાં પોપ અપ કેમેરા સેટઅપ હશે, જેથી યૂઝર્સ આ સ્માર્ટ ડિવાઇસની મદદથી ઓફિસની સાથે જ ફેમિલી વીડિયો ચેટનો પણ લાભ લઇ શકે. માનવામાં આવી રહ્યુ છે કે ઓપ્પોના આ બંને સ્માર્ટ ટીવી એચડીઆર પેનલ અને સારી ક્વાલિટીવાળા ડોલ્બી સ્પીકરથી સજ્જ હશે. ઓપ્પો સ્માર્ટ ટીવીની સ્ક્રિન 120Hz ક્વાન્ટમ ડૉટ્સવાળી હશે.

આ પણ વાંચો: Flipkart સેલ: Motorola ના સ્માર્ટફોન પર 40 હજાર રૂપિયા સુધીની છૂટ

ભારતીય બજારમાં વધશે હરીફાઈ

ભારતીય બજારમાં ચીનની કંપનીઓ પગ પેસારો કરી રહી છે અને સ્માર્ટફોન સાથે જ હોમ એન્ટરટેઇન્મેન્ટ સેગમેન્ટ પર પબ્જો કરી રહી છે. શાઓમી, રિયલમી, વનપ્લસ, હુવાઇ/ઑનર પછી હવે ઓપ્પો પણ સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની છે. નોકિયા અને મોટોરોલા જેવી કંપની પણ સ્માર્ટ ટીવી લોન્ચ કરી રહી છે. ઓપ્પોની અન્ટ્રી સાથે જ ટીવી સેગમેન્ટમાં કોમ્પિટિશન વધવાનો છે. જોકે એ તો લોન્ચ પછી ખબર પડશે કે ઓપ્પો સ્માર્ટ ટીવી બજેટ સેગમેન્ટમાં છે કે મિડ રેન્જ કે પછી પ્રીમિયમ સેગમેન્ટમાં.