Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > ઓપ્પોનો ધાંસૂ સ્માર્ટફોન Oppo A33 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

ઓપ્પોનો ધાંસૂ સ્માર્ટફોન Oppo A33 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

0
325

નવી દિલ્હી: ઓપ્પોએ ભારતમાં એક શાનદાર સ્માર્ટફોન Oppo A33 લોન્ચ કર્યો છે, જેમાં 4 કેમેરા છે અને 5000 mAhની બેટરીવાળા આ ફોનની કિંમત છે 11,900 રૂપિયા. ફેસ્ટિવલ સીઝનમાં ઓપ્પોએ આ નવા સ્માર્ટફોન દ્વારા એ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે જે વધારે બેટરી પાવર સાથે ફોનમાં વધુ કેમેરાને પસંદ કરે છે. ઓપ્પોના આ નવા ફોન Oppo A33નું આ મહિને ફ્લિપકાર્ટ સાથે જ રિટેલ સ્ટોર પણ વેચાણ શરૂ થઇ જશે.

એક જ વેરિઅન્ટમાં Oppo A33 લોન્ચ

ઓપ્પોએ Oppo A33 (2020)ને માત્ર એક વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે, જે 3GB RAM+32GB સ્ટોરેજ સાથે આવશે. બ્લેક કલરમાં લોન્ચ ઓપ્પો એ33માં 6.5 ઇન્ચનું HD+ હોલ પંચ ડિસ્પ્લે છે, જેનું સ્ક્રીન રિઝોલ્યૂશન 720×1600 પિક્સલ છે. તેનો સ્ક્રીન રિફ્રેશ રેટ 90Hz છે. octa-core Qualcomm Snapdragon 460 SoC પ્રોસેસરથી સજજ Oppo A33 ColorOS 7.2 ઓપરેટિંગ સિસ્ટમ અને Android 10 પર બેસ્ડ છે. ઓપ્પોએ આ ફોનની સ્ક્રીન સાથે જ બેકમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યો છે.

આ પણ વાંચો: સફળ ટેસ્ટિંગઃ રિલાયન્સ જિયો 5જી ટેક્નોલોજીમાં 1 GBPS સુધીની સ્પીડ આપશે

8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા

Oppo A33ના કેમેરાની વાત કરીએ તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે અને તેની સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અને 2MP મેક્રો લેન્સ છે. ઓપ્પોના આ ફોનમાં 8MPનો સેલ્ફી કેમેરો છે. Oppo A33માં બેટરી પાવરફુલ છે. કંપનીએ આ ફોનમાં 5,000mAh ની બેટેરી આપી છે, જે 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. બાકી ફિચર્સમાં બ્લૂટૂથ v5, USB Type C port, Wi-Fi સહિત અન્ય છે.

આ પણ વાંચો: OnePlus 8T 5G ની માર્કેટમાં ધૂમ, 1 મિનટમાં 100 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચાયા

ટૂંક સમયમાં જ ફ્લિપકાર્ટ પર સેલ શરૂ થશે

ઓપ્પોએ Oppo A33 ફોનનું વેચાણ ઓફલાઇન શરૂ કરી દીધું છે અને ફ્લિપકાર્ટ પર આગામી સેલમાં તેનું ઓનલાઇન વેચાણ પણ શરૂ થઇ જશે. ઓપ્પોના આ ફોનને તમે કોટક બેન્ક, RBL બેન્ક, ફેડરલ બેન્ક અને બેન્ક ઓફ બરોડના કાર્ડથી ખરીદો છો તો તેના પર 5 ટકા કેશબેક મળશે.