Gujarat Exclusive > The Exclusive > ઓપરેશન એરલિફ્ટ: કાબુલથી વાયુસેનાનું વિમાન 85 ભારતીયોને લઇને ઉડ્યું

ઓપરેશન એરલિફ્ટ: કાબુલથી વાયુસેનાનું વિમાન 85 ભારતીયોને લઇને ઉડ્યું

0
50

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ શરૂ છે. સનિવારે ભારતીય વાયુસેનાનું વિમાન સી-130જે કાબુલથી 85 ભારતીયો સાથે ઉડ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે ઇંધણ ભરાવવા માટે વિમાન તાજાકિસ્તાન ઉતર્યું છે. ભારતીયોને બહાર કાઢવા માટે કાબુલમાં હયાત ભારતીય સરકારી અધિકારીઓ મદદ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આશરે 450 ભારતીયો અફઘાનિસ્તાનમાં ફસાયા હોવાની સંભાવના છે. આ તમામ લોકોને પરત લાવવા માટે ભારત સરકાર અમેરિકા અને અન્ય દૂતાવાસ સાથે મળીને કામ કરી રહ્યું છે. કાબુલ એરપોર્ટ સુધી પહોંચવામાં અને દિલ્હીમાં વિમાન લેન્ડ કરવા સુધી અનેક પરેશાની આવી રહી છે. ધ હિન્દુના રિપોર્ટમાં અધિકારીઓના હવેલાથી જણાવવામાં આવ્યું છે કે તાલિબાને કાલુબ પર કબજો કરી લીધા બાદ પણ ઔપચારિક સરકારની રચના નથી થઈ શકી. આથી એ લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી.

એક અધિકારીએ જણાવ્યું કે, “અમારી સૌથી મોટી મુશ્કેલી એ છે કે જો લોકો કાબૂલમાં છે તેઓ પણ તાલિબાનના ગાર્ડ્સની મંજૂરી વગર ઘરની બહાર નથી નીકળી શકતા.” તેમણે જણાવ્યું કે ભારતીય દૂતાવાસથી ફક્ત 10 કિલોમીટરના અંતરે આવેલા હામિદ કરઝાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઇન્ચાર્જ અમેરિકન સેના છે. અમેરિકન આર્મી પણ એરપોર્ટ બહાર લોકોની મદદ નથી કરતી શકતી. આથી તમામ ચેકપોઇન્ટ્સ પર સ્થાનિક ગાર્ડ્સનો સામનો કરવો પડી રહ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat