Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > CNG પંપ ખોલીને કમાવાની સુવર્ણ તક, જાણો..કેવી રીતે કરશો અરજી?

CNG પંપ ખોલીને કમાવાની સુવર્ણ તક, જાણો..કેવી રીતે કરશો અરજી?

0
1398

સરકાર દ્વારા ગુરૂવારે સામાન્ય નાગરિકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તમને તમારો ખુદનો સીએનજી પંપ ખોલવાની સુવર્ણ તક મળશે. હકિકતમાં ભારતના દરેક વિસ્તારમાં સીએનજી પંપ ખોલવા પર સરકાર ભાર મૂકી રહી છે. આ માટે કોઈ પણ વ્યક્તિ આવેદન કરી શકે છે. તો ચાલો જાણીએ સીએનજી પંપ ખોલવા માટે તમારે શું કરવું પડશે….

જો તમે પણ સીએનજી પંપ ખોલીને તગડી કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો આ માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી આવશ્યક છે. જણાવી દઈએ કે, સીએનજી પંપ ખોલવા માટે માત્ર ભારતીય નાગરીકો જ અરજી કરી શકે છે.

આટલું જ નહી, સીએનજી પંપ ખોલવા માટે તમારી શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધોરણ 10 પાસ હોવી અનિવાર્ય છે. ઈન્દ્રપ્રસ્થ ગૈસ લિમિટેડ (IGL)ના જણાવ્યા અનુસાર, સીએનજી પંપ માટે આવેદર કરવા માટે પ્લોટની સાઈઝ 1 હજાર વર્ગ મીટર થી લઈને 4 હજાર વર્ગ મીટર સુધીની હોવી જરૂરી છે. જણાવી દઈએ કે, જો તમારી પાસે પોતાની માલિકીની જમીન નથી, તો તમે જમીન માલિક પાસેથી એનઓસી પણ લઈ શકો છો.

હવે તમે વિચારતા હશો કે, સીએનજી પંપ ખોલવાનો ખર્ચો કેટલો આવશે? પોતાનો સીએનજી પંપ ખોલવાનો ખર્ચ જગ્યા અને કંપની પર આધારિત રહેશે. જોકે તમે કોઈ શહેરમાં અથવા તો હાઈવે પર પંપ ખોલવા માંગો છો તો, તમારે અંદાજે 50 લાખ રૂપિયા ખર્ચ કરવાના રહેશે.

CNG પંપની ડિલરશીપ લેવા માટે તમે કોઈ પણ સીએનજી કંપનીની વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છે. દરેક વેબસાઈટમાં આ માટે લિંક આપવામાં આવી છે. આઈજીએલ, ગેસ ઓથોરિયી ઓફ ઈન્ડિયા (GAIL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગેસ કોર્પોરેશન (HPCL), મહાનદર ગેસ લિમીટેડ (MGL), મહાનગર નેચરલ ગેસ લિમીટેડ (MNGL) અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ પ્રાઈવેટ લિમીટેડ (GSP)ની વેબસાઈટ પર જઈને તમે સીએનજી પંપ માટે અરજી કરી શકો છો.