Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લૉકડાઉનમાં ખુલ્લેઆમ લૂંટ, પાનના ગલ્લામાં સીગારેટ-તમાકુના ભાવ હજુ પણ બમણા

લૉકડાઉનમાં ખુલ્લેઆમ લૂંટ, પાનના ગલ્લામાં સીગારેટ-તમાકુના ભાવ હજુ પણ બમણા

0
1610

રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા સરકારે લોકડાઉન 4 જાહેર કર્યું છે, પરતું પીએમ મોદીએ આ લોકડાઉન નવા રંગ રુપમાં આવશે તે પ્રમાણે ગુજરાત સરકારે ઘણા એવા ધંધા-રોજગાર સહિત પાન મસાલાની દુકાનો પણ ચાલુ કરવા માટેની પરવાનગી આપતા વેપારીઓમાં હાશકારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં રેડ ઝોનમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની છુટછાટ આપવામાં આવી નથી, તો પણ કેટલાક વેપારીઓ બંધ બારણે તમાકુ,મસાલા,સિગરેટ જેવી વસ્તુઓનું બમણા ભાવે વેચાણ કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ શહેરના જે વિસ્તારોમાં પાનના ગલ્લા ચાલુ કરવા માટે છુટ આપવામાં આવી છે તે લોકો પણ હાલ બમણા ભાવે જ સિગરેટ,મસાલા સહિતની વસ્તુઓ વેચી રહ્યા છે.

કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. આ વાયરસના વધી રહેલા કહેર સામે સરકારે લોકોને સાવચેતી રાખવા માટેની ખાસ અપીલ પણ કરી છે. ત્યારે લોકડાઉન 4માં રેડ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં સરકાર દ્વારા ઘણી સારી એવી રહાત પણ આપવામાં આવી છે. ત્યારે આ રાહતમાં પણ કેટલાક પાનના ગલ્લાવાળાઓ અત્યારે પણ લોકો પાસેથી બમણા ભાવ લેતા હોવાની ફરિયાદ સામે આવી રહી છે.

લોકડાઉનના પહેલા દિવસથી જ પાન-મસાલા, તમાકુ-ગુટકા, બીડી-સીગારેટનાં વેચાણ ઉપર સરકારે સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો હતો અને તેને લગતી તમામ દુકાનો અને ગલ્લાઓ તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા હતા. ત્યારે હાલ રેડ ઝોનમાં સરકારે કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લઈ કોઈ પણ પ્રકારની છુટછાટ આપવામાં આવી નથી. જો કે, રેડ ઝોનમાં હજી પણ કેટલાક વેપારીઓ બંધ બારણે પાન-મસાલા સહિત તમામ વસ્તુઓનું વેપાર કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ગુટકા-મસાલા, તમાકુ, બીડી-સીગારેટનાં વ્યસનીઓ તેના વગર રહી શકતાં નથી. અમુક વ્યસનીઓએ પહેલા દિવસથી સ્ટોક કરી દીધો હતો. તે પણ હાલ પુરો થવા આવ્યો છે. વ્યસનીઓ આ વસ્તુઓ વગર રહી શકતા નથી અને વ્યસનીઓને વ્યસન કર્યા વગર સંડાસ પણ ઉતરતું નથી.જેથી કબજીયાતનાં કેસો વધી રહ્યા છે. મેડીકલ સ્ટોર્સમાં કબજીયાતની ગોળીઓ, ફાકીઓનું વેચાણ વધી ગયું છે. અને જેની પાસે મસાલા, ગુટકા, તમાકુ, બીડી-સીગારેટનો માલ પડયો છે તે બહું ઉંચી કિમત વસુલ કરીને વેચાણ કરી રહ્યા છે. અને વ્યસનીઓ કોઈપણ કિંમતે માલ લેવા મજબૂર બન્યા છે.

આ અંગે એક વેપારી સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું છે કે, જે જગ્યાથી પાન-મસાલા અને સિગારેટ સહિતની વસ્તુનો માલ જંયાથી ખરીદવામાં આવે છે, તે લોકોએ જ સીધો ભાવ વધારી દીધો છે, જેથી જે પહેલા કિંમત હતી તે કિંમત કરતા બે ગણો મોઘો માલ શહેરના ગલ્લાવાળાઓ લાવતા હોય છે. જો કે આ લોકોનું કહેવું એવું છે કે,જો આગળથી માલ સ્સતો આવો તો પહેલાની કિંમતમાં વેચી શકાય.

અલ્પેશ ઠાકોરનો CM રૂપાણીને પત્ર, એપ્રિલ-મે મહીનાનાં વીજ બિલમાંથી રાહત આપવામાં આવે