Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 80% હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને જ 3 હજાર રૂપિયાની સહાય ચૂકવાશે

80% હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને જ 3 હજાર રૂપિયાની સહાય ચૂકવાશે

0
216
  • 2019/20 શૈક્ષણિક વર્ષની ચૂકવવાની રકમ અંગે DEOનો પત્ર
  • RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને 3 હજારની રકમ ચૂકવાય છે

અમદાવાદ: RTE હેઠળ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને RTE હેઠળ અભ્યાસ કરતાં બાળકોને સાધન સામગ્રીની સહાય 3 હજારની રકમ દર વર્ષે ચૂકવવામાં આવે છે, પરંતુ હવે 80 ટકા હાજરી ધરાવનારા બાળકને જ આ રકમ ચુકવવાના અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્રારા હુક્મ કરાયો છે. આ પત્રના પગલે વિવાદ સર્જાય તેવું ખાનગી શાળા સંચાલકોને ભય અને દહેશત છે. RTE Act In Gujarat

કેન્દ્ર સરકારના RTE એક્ટ હેઠળ ખાનગી શાળામાં 25 ટકા બેઠકો ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાનું ઠરાવ્યું હતું. આ બેઠકો પર ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે. તેની ફી સરકાર તરફથી ચૂકવવામાં આવશે. આ કાયદા હેઠળ દરેક વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. બીજી તરફ સરકાર તરફથી આવા બાળકોને સાધન સામગ્રીની સહાય રૂપિયા 3 હજાર રૂપિયા દર વર્ષે ચુકવાય છે,  પરંતુ તાજેતરમાં શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ અમદાવાદ શહેરની તમામ ખાનગી પ્રાથમિક શાળાઓને એક પત્ર મોકલ્યો છે. RTE Act In Gujarat

જેમાં શિક્ષણ વિભાગના 4થી ઓગસ્ટના ઠરાવને ટાંકીને જણાવ્યું છે કે, જે બાળકોની અગાઉના વર્ષની હાજરી 80 ટકા કરતાં વધુ હોય તે જ વિદ્યાર્થીઓને 3 હજાર સહાય ચુકવવામાં આવશે. જેથી ચાલુ વર્ષે ધો.2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અગાઉના વર્ષની એટલે કે જૂન 2019થી માર્ચ 2020 સુધી કુલ શૈક્ષણિક દિવસમાંથી હાજર રહેલાં દિનની સરેરાશ હાજરી મેળવીને ડીઇઓ કચેરીને મોકલી આપવા સૂચના આપી છે.

આ પણ વાંચો: શું પ્રશાંત કિશોરની રણનીતિ જ પશ્ચિમ બંગાળમાં CM મમતા બેનર્જીની મુસીબત વધારી રહી છે?

અત્રે ઉલ્લેખનીય છે કે, RTE હેઠળ પ્રવેશ આપવાના મુદ્દે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓને શાળાઓ દ્વારા પ્રવેશ આપવામાં આવતો નથી અથવા દુરની શાળામાં પ્રવેશ અપાયો છે. કાતો પછી આર્થિક સધ્ધર લોકો આર.ટી.ઇ હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવી લે છે વગેરે પ્રકારના વિવાદો સર્જાતા રહે છે. તેવા સમયે સરકારનો આ નિર્ણય પણ વિવાદ સર્જે તો નવાઈ નથી. RTE Act In Gujarat

શાળાઓને ફી નહીં ચૂકવાઈ હોવાનો ગણગણાટ RTE Act In Gujarat
RTE હેઠળ પ્રવેશ મેળવતા બાળકોની ફી સરકાર તરફથી શાળા સંચાલકોને ચુકવવાની રહે છે. પરંતુ આ ફી શાળા સંચાલકોને નહિ ચૂકવાઈ હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9