પણજી: ગોવામાં કોંગ્રેસ પાર્ટીને ઝટકો લાગવા જઇ રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી લુઇજિન્હો ફલેરિયોના તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં સામેલ થયા બાદ 40 સભ્યોની વિધાનસભામાં પાર્ટીના ચાર ધારાસભ્ય જ બચી ગયા છે. હવે વધુ એક એમએલએના રાજીનામા આપવાની સંભાવના છે. કર્ટોરિમના કોંગ્રેસના ધારાસભ્ય એલેક્સો રેજિનાલ્ડો લૌરેંકો આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ શકે છે.
આમ આદમી પાર્ટી ગોવામાં એક વર્ષથી આક્રમક રીતે પ્રચાર કરી રહી છે. બીજી તરફ TMC ગોવાની ચૂંટણી રાજનીતિમાં તાજેતરમાં સામેલ થઇ છે. મમતા બેનરજીની પાર્ટી પશ્ચિમ બંગાળ બહારના વિસ્તારનો પ્રયાસ કરી રહી છે.
લૉરેંન્કોના આપમાં સંભવિત પગલા વિશે પૂછવામાં આવતા એઆઇસીસી ગોવા ડેસ્ક પ્રભારી દિનેશ ગુંડુ રાવે કહ્યુ, આ માત્ર એક અફવા છે. લોકો ભ્રમ ઉભો કરવા માંગે છે. મને નથી લાગતુ કે મારે આ અફવાનો જવાબ આપવો જોઇએ.
ફલેરિયોના બહાર કોંગ્રેસ છોડવાના કેટલાક દિવસ પહેલા પણ પાર્ટીએ તેમના રાજીનામાની વાતને ફગાવી દીધી હતી અને તેને અફવા ગણાવી હતી.
પોતાના ચૂંટણી ક્ષેત્રમાં કરવામાં આવેલા કામ વિશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, લૌરેંકોએ 30 સપ્ટેમ્બરે લખ્યુ: “અમારૂ કામ ચાલુ છે, કોઇ રાજનીતિ નથી, ના તો મારી પાર્ટીના કેસથી નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. અમારા લોકો અને અમારૂ કર્તવ્ય પહેલા છે.
અમારી સાથે ઉપરવાળાનો આશીર્વાદ પુરી રીતે છે. અમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇશુ કારણ કે કેટલાક ખરાબ નેતાઓએ અમારી પ્રગતિને નષ્ટ કરી દીધી છે.
આપના રાજ્ય સંયોજક રાહુલ મ્હામ્બ્રેએ કહ્યુ કે લૌરેંકો સાથે કોઇ ઔપચારિક ચર્ચા થઇ નથી, તેમણે કહ્યુ, “અમે અન્ય દળની સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે. આ રીતે તેમણે (લૌરેંકો) પણ આ રીતે ચર્ચા થઇ હશે. જેની પર કોઇ ઔપચારિક નિર્ણય થયો નહતો.
આ પણ વાંચો: ગાંધીનગરમાં PM મોદીનાં માતા હીરાબાએ કર્યું મતદાન, 99 વર્ષની વય છતાં ફરજ નીભાવી
સુત્રોએ કહ્યુ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, જે આપના રાષ્ટ્રીય સંયોજક છે, સોમવારે ગોવા પહોચવાની સંભાવના છે.
આ વચ્ચે, ભારતના પૂર્વ ફૂટબૉલર ડેન્જિલ ફ્રેંકો અને ગોવા બૉક્સિંગ એસોસિએશનના ઉપાધ્યક્ષ લેની ડી ગામા શનિવારે ટીએમસીમાં સામેલ થઇ ગયા હતા. આ પ્રસંગે તૃણમૂલ ધારાસભ્ય અને બંગાળના મંત્રી મનોજ તિવારી હાજર હતા.