Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > PUBG BAN: બૉક્સ ઑફિસ કરતાં પણ વધુ છે ઑનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીની રેવેન્યૂ

PUBG BAN: બૉક્સ ઑફિસ કરતાં પણ વધુ છે ઑનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીની રેવેન્યૂ

0
222
  • ભારતમાં ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ વધ્યો

  • ઓનલાઈન ગેમિંગ પાછળ ખર્ચ કરવામાં અમેરિકા-ચીન અવલ્લ

  • ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી માટે ભારત મોટું માર્કેટ

નવી દિલ્હી: ભારત સરકારે લોકપ્રિય ગેમિંગ એપ PUBG પર પ્રતિબંધ (PUBG Ban) મૂકી દીધો છે. આ એપની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી જ લગાવી શકાય છે કે, દરેક બાળકની જીભે PUBGનું નામ ચર્ચાઈ રહ્યું છે. PUBG ચર્ચામાં આવ્યા બાદ અનેક લોકોનું ધ્યાન ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝ (Online Gaming Industries)તરફ ગયું છે. જે દરવર્ષે વધતી જઈ રહી છે. ધીમે-ધીમે હવે તે અબજો રૂપિયાની ઈન્ડસ્ટ્રી બની ગઈ છે. તો ચાલો તેની સાથે સંકળાયેલા આંકડાઓ પર એક નજર નાંખીએ…

હવે ઑનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીની વધતી જતી હરણફાળ મનોરંજનના પારંપારિક સાંધનોને પાછળ છોડી ચૂકી છે. વર્ષ 2019માં સમગ્ર વિશ્વમાં બૉક્સ ઓફિસની રેવેન્યૂ 43 બિલિયન ડૉલર અને રેકોર્ડેડ મ્યૂઝીકની રેવેન્યૂ 19 બિલિયન ડૉલર રહી હતી.

જેની સરખામણીમાં ઑનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીએ 152.1 બિલિયન ડૉલરની રેવેન્યૂ પ્રાપ્ત કરી છે. જે બૉક્સ ઑફિસ અને મ્યૂઝીક કરતાં અનેક ઘણી વધારે છે. આગામી બે વર્ષો એટલે ક 2022 સુધી તે વધીને 196 બિલિયન ડૉલર થવાનું અનુમાન છે.

ઑનલાઈન ગેમિંગ પર ખર્ચ કરવા મામલે અમેરિકા-ચીન સૌથી આગળ
ઑનલાઈન ગેમિંગ પર ખર્ચ કરવા મામલે અમેરિકા અને ચીનના યુઝર્સ સૌથી આગળ છે. 2019માં ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીને મળેલી કુલ રેવેન્યૂનો 48 ટકા હિસ્સો આ બન્ને દેશોમાંથી આવ્યો હતો.

અમેરિકન યુઝર્સે ઓનલાઈન ગેમિંગ પર ગત વર્ષે જ્યાં 36.9 બિલિયન ડૉલર ખર્ચ કર્યા, જ્યારે ચીનમાં આ રકમ 36.5 બિલિયન ડૉલર રહી હતી.

ન્યૂઝ 18 અનુસાર, ચીનને છોડીને એશિયા-પેસિફિકના અન્ય દેશોએ ઓનલાઈન ગેમિંગ પર 35.7 બિલિયન ડૉલર ખર્ચ કર્યાં છે.

ભારતમાં પણ ઝડપથી વધી રહી છે ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી
ચીન અને અમેરિકા સહિત અન્ય દેશોની જેમ ભારતમાં પણ ઓનલાઈન ગેમિંગની માંગ ઝડપથી વધી રહી છે. આ ઈન્ડસ્ટ્રી વાર્ષિક 41 ટકાના દરે આગળ વધવાનું અનુમાન છે.

2014-20ની વચ્ચે ભારતની ઑનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં 350 મિલિયન ડૉલરનું રોકાણ થયું છે.

એવું અનુમાન છે કે, 2024 સુધી ભારતમાં આ ઈન્ડસ્ટ્રી વધીને 3,750 મિલિયન ડૉલરની થઈ જશે. ભારતમાં ગેમિંગ પર સરેરાશ ખર્ચ વિશ્વમાં સૌથી ઝડપથી વધી રહ્યો છે.

આ પણ વાંચો: શું PUBG એક ચાઈનીઝ એપ છે? બૈન બાદ માલિકનું નામ જાણવા આતુર ભારતીયો

ભારતમાં પ્રતિ યુઝર ઝડપથી વધી રહ્યો છે ખર્ચ
ઑનલાઈન ગેમિંગ પર ખર્ચ કરનાર પ્રતિ મોબાઈલ ગેમર્સના આંકડા થકી સમજીએ તો, 2018માં ચીન અને અમેરિકામાં પ્રતિ યુઝર્સ 112-112 ડૉલર ખર્ચ કરી રહ્યાં હતા. 2020માં આ ખર્ચો વધીને ક્રમશ: 115 અને 113 ડૉલર થયો છે.

જ્યારે તેની સરખામણી ભારત સાથે કરવામાં આવે તો, અહીં 2018માં ગેમિંગ પર ખર્ચ કરનારા પ્રત્યેક યુઝર્સ 13 ડૉલર ખર્ચ કરી રહ્યો હતો. જે 2020માં વધીને 23 ડૉલર (અંદાજે 75 ટકાનો વધારો) જોવા મળી રહ્યો છે.

ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી માટે ભારત મોટું માર્કેટ
ભારતમાં માત્ર 8 ટકા યુઝર્સ ઓનલાઈન ગેમિંગ સાથે સંકળાયા છે. આ ઉપરાંત એક અન્ય વાત જે ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ભારત તરફ આકર્ષિત કરતી હોય તો તે છે, અહીં વિકાસની નિરંતર સંભાવના છે. ભારતમાં અત્યાર સુધી માત્ર 8 ટકા યુઝર્સ જ ઓનલાઈન ગેમિંગ કરે છે. એવામાં કંપનીઓ માટે 92 ટકા યુઝર્સને આકર્ષિત કરવાનો સારો અવસર ઉભો જ છે.

ભારતના મુકાબલે ચીનમાં લગભગ 24 ટકા, જાપાનમાં 21.5 ટકા, દક્ષિણ કોરિયામાં 20.7 ટકા અને અમેરિકામાં 20.4 ટકા યુઝર્સ આ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાઈ ચૂક્યાં છે.