Gujarat Exclusive > આપણી જરૂરિયાત > પેટ્રોલ-ડીઝલ પછી ડુંગળી રડાવી રહી છે, દોઢ મહિનામાં ડબલ થયા ભાવ

પેટ્રોલ-ડીઝલ પછી ડુંગળી રડાવી રહી છે, દોઢ મહિનામાં ડબલ થયા ભાવ

0
41

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમત પછી હવે ડુંગળીના ભાવ આકાશને આંબી રહ્યા છે. દેશના પાટનગર દિલ્હી અને આસપાસના વિસ્તારમાં હોલ સેલમાં ભાવ 50 રૂપિયાની નજીક ચાલી રહ્યો છે, બીજી તરફ તેની છુટક કિંમત 65થી 75 રૂપિયા પ્રતિ કિલો પર પહોચી ગઇ છે. મહત્વપૂર્ણ છે કે દોઢ મહિનામાં ડુંગળીના ભાવ ડબલ થઇ ગયા છે.

15થી 20 દિવસ બાદ મળી શકે છે રાહત

દિલ્હીના આઝાદપુર મંડી પોટેટો ઓનિયન મર્ચેટ એસોસિએશન (POMA)ના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર શર્માનું કહેવુ છે કે આવતા મહિને માર્ચથી તેની આવક પુરતી થઇ જશે.

ડુંગળીના ભાવ એવા સમયે વધી રહ્યા છે જ્યારે દેશભરમાં નવા કૃષિ કાયદાને લઇને ખેડૂત ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ નવા કૃષિ કાયદામાં આવશ્યક વસ્તુ અધિનિયમને સંસદમાં સંશોધિત કરવામાં આવ્યો હતો. ગત વર્ષે Essential Commodities Act- 1955ના દાયરામાં બટાકા, ડુંગળી, દાળ-ચોખા, ખાદ્ય તેલ-તેલિબિયા જેવી વસ્તુઓને હટાવી દેવામાં આવી હતી. એટલે હવે આ વસ્તુઓના સ્ટોક લિમિટની સીમા હટાવી દેવામાં આવી છે. હવે આ વસ્તુઓના વધુ ભંડારણ કરવા પર જેલ નહી થાય. કંપની અથવા કોઇ વ્યાપારી આ વસ્તુઓને કોઇ પણ સીમા સુધી ભેગી કરવા માટે સ્વતંત્ર હશે.

આ પણ વાંચો: કેવી રીતે કાબૂમાં આવશે પેટ્રોલ-ડીઝલની કિંમત? વધતા જતાં ભાવ પર નાણાં મંત્રીએ સૂચવ્યો ઉપાય

પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે

 દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 39 પૈસાનો વધારો થવાથી હવે પેટ્રોલ 90 રૂપિયાની પાર પહોંચીને 90.58 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટર 37 પૈસા મોંઘુ થવાથી 80.97 રૂપિયા થઈ ગયું છે.

દેશમાં મોંઘવારી આસમાને છે. જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હોય કે ગેસ કે પછી અન્ય જરૂરી સામાન. સતત વધતી મોંઘવારી સામાન્ય માનવીને કમર તોડી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો લાગૂ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો ઉમેર્યા બાદ કિંમત લગભગ બેગણી થઈ જાય છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમતો કેટલી છે? તેના આધાર પર પેટ્રોલ અને ડીઝલની કિમતોમાં ફેરફાર થાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat