Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > OnePlus 9 Series લોન્ચ ડેટ, વેરિઅન્ટ્સ અને સ્પેસિફિકેશન્સની ડિટેઇલ લીક

OnePlus 9 Series લોન્ચ ડેટ, વેરિઅન્ટ્સ અને સ્પેસિફિકેશન્સની ડિટેઇલ લીક

0
145

નવી દિલ્હી: વનપ્લસ 8 સીરીઝની સફળતા પછી ચીની પ્રીમિયમ સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ હવે OnePlus 9 series લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચ પહેલાં તેના વેરિઅન્ટ્સ અને સ્પેસિફિકેશન્સની જાણકારી સામે આવી છે, જે મુજબ OnePlus 9 seriesના માત્ર બે સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે, જે વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રો હશે. જોકે એવી પણ માહિતી મળી રહી છે કે વનપ્લસ 9 સીરીઝમાં ત્રણ સ્માર્ટફોન લોન્ચ થશે, જેમાં વનપ્લસ અલ્ટ્રા અને વનપ્લસ 9ટી પણ હશે. આ નેક્સ્ટ જનરેશન સ્માર્ટફોનને વનપ્લસ આવતા વર્ષે માર્ચમાં લોન્ચ કરી શકે છે.

વિશ્વભરના ટિપ્સ્ટર OnePlus 9 series સીરીઝના સ્માર્ટફોન્સના વેરિઅન્ટ્સ અને સ્પેસિફિકેશન્સને લઇને અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. એક ટિપ્સ્ટરનું કહેવું છે વનપ્લસ 9ના LE2110, LE2117 અને LE2119 મોડલ તાજેતરમાં જ સર્ટિફિકેશન સાઇટ પણ જોવા મળ્યા હતા. જ્યારે વનપ્લસ 9 પ્રોના મોડલ નંબર LE2120 અને LE2127 પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: પબ્જી મોબાઇલની ભારતમાં વાપસી, કંપનીએ કરી જાહેરાત

કહેવામાં આવી રહ્યુ છે કે વનપ્લસના અપકમિંગ સ્માર્ટફોનમાં કેટલાક નવા ફિચર્સ જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે વનપ્લસ 9 સીરીઝને આકર્ષક અને પાવરફુલ બનાવવાની સાથે જ તેની કેમેરા ક્વાલિટી પર પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે લોકો હાલ કેમેરા પર વધારે ફોકસ કરી રહ્યા છે.

OnePlus 9 series સ્માર્ટફોનમાં શું વિશેષતા હશે

OnePlus 9 seriesના સ્માર્ટફોન્સની વિશેષતા અંગે જે પણ અટકળો ચાલી રહી છે તે મુજબ કંપની આ ફ્લેગશિપ સીરીઝમાં Qualcomm Snapdragon 875 SoC પ્રોસેસર જોવા મળી શકે છે. સાથે જ તેમાં ડિસ્પ્લે રિફ્રેશ 144 હાર્ટઝ હોઇ શકે છે. કંપની વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રોના 4 વેરિઅન્ટમાં લોન્ચ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ આ વર્ષે વનપ્લસ 8 સીરીઝના સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે, જેને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે.