Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > OnePlus 8T 5G ની માર્કેટમાં ધૂમ, 1 મિનટમાં 100 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચાયા

OnePlus 8T 5G ની માર્કેટમાં ધૂમ, 1 મિનટમાં 100 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચાયા

0
441

નવી દિલ્હી: ચીનની પ્રીમિયમ સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ (OnePlus)ના તાજેતરમાં લોન્ચ થયેલો વનપ્લસ 8T 5G (OnePlus 8T 5G)એ વેચાણના મામલે માર્કેટમાં ધૂમ મચાવી છે. લોન્ચ બાદ પ્રથમ સેલમાં ચીનમાં એક મિનટની અંદર 100 મિલિયન યુઆન એટલે 100 કરોડ રૂપિયા કરતાં વધુના ફોન વેચાયા. જ્યારે 10ની મિનટની અંદર 200 મિલિયન યુઆન એટલે 200 કરોડ રૂપિયાથી વધુના સ્માર્ટફોન વેચાયા. તેથી ખબર પડે છે કે આ પ્રીમિયમ ફોનને લઇને લોકોમાં કેટલી દિવાનગી છે.

ભારતમાં પણ સેલ શરૂ

ભારતમાં હાલ અમેઝોન પ્રાઇમ મેમ્બર OnePlus 8T 5G સ્માર્ટફોનને ખરીદી શકે છે. OnePlus 8Tના 8GB RAM+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 42,999 રૂપિયા અને 12GB RAM+256GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 45,999 રૂપિયા છે. પ્રાઇમ મેમ્બરને છોડી બાકીના કસ્ટમર માટે 24 ઓક્ટોબરથી OnePlus 8Tનો સેલ શરૂ થશે, જ્યાં તેમને HDFC ડેબિટ કાર્ડ પર 1000 રૂપિયાનું ઇસ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને HDFC ક્રેડિટ કાર્ડ પર 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ સાથે જ અમેરિકન એક્સપ્રેસ કાર્ડ યુઝર 10 ટકા કેશબેકનું પણ લાભ લઇ શકે છે.

આ પણ વાંચો: OPPO F17 Pro Diwali Edition લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

OnePlus 8T 5G સ્માર્ટફોનની ખાસ વાતો

વનપ્લસના ફ્લેગશિપ OnePlus 8T 5G સ્માર્ટફોનની ખાસિયતની વાત કરીએ તો 6.55 ઈંચ 120 Hz Fluid AMOLED ડિસ્પ્લેવાળો આ ફોનની સ્ક્રીન રિઝોલ્યૂશન 2400X1080 પિક્સલ છે. ક્વૉલકૉમ Snapdragon 865 SoC પ્રોસેસરથી સજ્જ આ ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા સાથે જ 48 MP Sony IMX586 સેન્સર, 16 MP અલ્ટ્રા વાઇડ એન્ગલ, 5 MP મેક્રો લેન્સ અને 2 MP મોનોક્રોમ લેન્સવાળો ક્વૉડ કેમેરો છે.

આ પણ વાંચો: શું તમારે WhatsAppના ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? તો આ સ્ટેપ્સ કરો ફૉલો

OnePlus 8T 5G સ્માર્ટફોનમાં 4500mAhની બેટેરી આવે છે, જે 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. OnePlus 8T 5G Aquamarine Green અને Lunar Silver કલર ઓપ્શનમાં છે. આ ફોન Android 11 ઓપરેટિંગ સિસ્ટમના Oxygen OS પર બેસ્ડ છે. ભારતમાં પણ આ ફોન વેચાણના મામલામાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.