Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > રાહુલે પોતાના ભાષણમાં કર્યા ધરખમ ફેરફારો, ભાષણોમાં એક વાત છે કોમન

રાહુલે પોતાના ભાષણમાં કર્યા ધરખમ ફેરફારો, ભાષણોમાં એક વાત છે કોમન

0
471

“બેરોજગારી છે? યુવાઓને રોજગાર મળી રહ્યો છે? ખેડૂતોને તેમના પાકનો ટેકાનો ભાવ મળી રહ્યો છે? ખેડૂતોની દેવા માફી થઇ? અચ્છે દિન આવ્યા”

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે. બંને રાજ્યોમાં તેમને રેલીઓને સંબોધિત કરી છે. હાલની તેમની રેલીઓને જોઈએ તો લોકસભા ચૂંટણી 2019થી ખુબ જ અલગ તરી આવે છે. તેમનું બધુ જ ધ્યાન આ વખતે ઈકોનોમી પર છે. તેઓ પોતાની દરેક રેલીમાં મંદીનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે.

લાતૂરની રેલીમાં રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીના નિર્ણય પર કહ્યું, “નોટબંધી કરવામાં આવી, આના પાછળ હેતુ શું હતો? ગબ્બર સિંહ ટેક્સ (GST) લાગૂ કરવામાં આવ્યો, તેનો હેતુ શું હતો? હિન્દુસ્તાનના ગરીબ લોકના ખિસ્સામાંથી પૈસા નિકાળીને, હિન્દુસ્તાનના સૌથી અમીર લોકોના ખિસ્સામાં પૈસા નાખવાનો”

રાહુલ ગાંધીએ પોતાની એક રેલી દરમિયાન કહ્યું કે, “દેશનો યુવા ભટકતો રહે, જીવનભર રોજગારી શોધતો રહે, નરેન્દ્ર મોદીને કોઈ જ ફરક પડતો નથી.”

તે ઉપરાંત નૂહની રેલીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિને રાહુલે કહ્યું કે, “તેઓ (નરેન્દ્ર મોદી) ખેડૂતોને કહીં શકતા નથી કે, જે એમએસપી (ટેકાના ભાવ) તમને (ખેડૂતોને) મળવા જોઈએ, તે હું આપી રહ્યો નથી. મરી જાઓ જઇને, મને કોઈ ફરક પડતો નથી, મારૂ નામ નરેન્દ્ર મોદી છે.”

જણાવી દઇએ કે, લોકસભા ચૂંટણી 2019માં રાહુલ ગાંધીની રેલીઓમાં ચોકીદાર ચોર છે ના નારા ગુંજતા હતા. ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ મુખ્ય રૂપે રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારને મુદ્દો બનાવ્યો હતો. તે ઉપરાંત રોજગાર અને ખેડૂતોની સમસ્યાને પણ કોંગ્રેસે મુદ્દો બનાવ્યો હતો.

જોકે, લોકસભાની ચૂંટણીના પરિણામથી જોવા જઇએ તો વોટરોએ કોંગ્રેસના મુદ્દાઓને નજર અંદાજ કરી દીધા હતા. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મંદી અને આર્થિક મુદ્દાઓને ઉઠાવવા કોંગ્રેસ માટે કેટલા ફાયદાકારક રહેશે, તે હવે જોવાનું રહેશે.

કોણ છે રાજીવ ધવન? જેમને CJI સામે રામ જન્મ ભૂમિના નક્શાને ફાડી નાખ્યો