Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ‘એક રાષ્ટ્ર એક ટેક્સ’ બાદ મોદી સરકાર લાગૂ કરી શકે છે ‘એક રોડ એક ટેક્સ’, પ્રસ્તાવને આપી મંજૂરી

‘એક રાષ્ટ્ર એક ટેક્સ’ બાદ મોદી સરકાર લાગૂ કરી શકે છે ‘એક રોડ એક ટેક્સ’, પ્રસ્તાવને આપી મંજૂરી

0
434

‘એક રાષ્ટ્ર એક ટેક્સ’ બાદ કેન્દ્રની મોદી સરકાર ‘એક રોડ એક ટેક્સ’નિયમ લાગૂ કરી શકે છે. સરકાર સમગ્ર દેશમાં ખાનગી વાહનો માટે એક યૂનિફોર્મ રોડ ટેક્સ લાગૂ કરવાના પ્રયાસ કરી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, તેના માટે સરકાર રાજ્ય સરકારોને સાથે લાવવાની તેયારીમાં છે. તે યૂનિફોર્મ રોડ ટેક્સ પ્રસ્તાવ ખાનગી ગાડીઓ માટે આપી શકાય છે.


એક સમાચાર પત્ર મુજબ, અધિકારીએ જણાવ્યુ કે, તાજેતરમાં થયેલી કેન્દ્ર સરકાર સાથેની એક મીટિંગમાં રાજ્ય સરકારોએ આ યૂનિફોર્મ રોડ ટેક્સનો પ્રસ્તાવ લાગૂ કરવાને લઈને મંજૂરી આપી દીધી છે. જોકે, કેટલાક રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓએ આ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે જણાવ્યુ છે કારણ કે, ટેક્સ દરમાં ફેરફાર કરવામાં કેટલીક આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે.

સરકાર આ પગલા ગાડીઓ ખરીદતા ગ્રાહકોને રાહત પહોંચાડવા માટે લાવી રહી છે, ત્યાં જ તેનો લક્ષ્ય રાજ્ય સરકારોના મહેસૂલ પર પડનારી અસરને પણ ઓછું કરવાનું છે. અહીં મહત્વનું છે કે, ગ્રાહકો એ રાજ્યથી ગાડીઓ ખરીદવાનું વધારે પસંદ કરે છે, જ્યાં ટેક્સ ઓછો હોય છે, જેનાથી વધારે ટેક્સ વાળા રાજ્યોને નુકશાન વેઠવું પડે છે. જણાવી દઈએ કે, રોડ ટેક્સ કોઈ પણ નવી ગાડીઓને નોંધાવતા સમયે આપવું પડે છે. આ ટેક્સ GST સાથે લાગે છે, જેનાથી ગાડીઓની કિંમતમાં સીધો ફેરફાર પડે છે.

કેટલાર રાજ્યો આ યૂનિફોર્મ રોડ ટેક્સના પ્રસ્તાવથી એટલા માટે સહમત નથી કારણ કે, તેનાથી તેમના રાજ્યના મહેસૂલ પર પ્રભાવ પડશે. આમ એટલા માટે કારણ કે, કેટલાક રાજ્યોમાં રોડ ટેક્સ ઓછું છે, તો કેટલાકમાં વધારે, જેના પાછળ રાજ્યોના ટેક્સ કલેકશનને કેલક્યૂલેટ કરવાનો ફોર્મૂલા જુદા-જુદા હોય છે. કેટલાક રાજ્ય જ્યાં ગાડી મેકિંગ, મોડલ, એન્જીન અને સીટિંગ કેપેસિટી પ્રમાણે રોડ ટેક્સ વસૂલે છે, તો કેટલાક રાજ્ય ગાડીઓની વેચાણ કિંમત પ્રમાણે ટેક્સ વસૂલ કરે છે.

Air India વેચવા મુદ્દે BJP સાસંદનો વિરોધ, કોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી