Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વચ્ચે વધુ એક ખતરો, 150 આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા તૈયાર: ઈનપુટ

કોરોના વચ્ચે વધુ એક ખતરો, 150 આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા તૈયાર: ઈનપુટ

0
378

ભારતમાં ઘૂસણખોરી કરવા માટે 150થી વધારે આતંકવાદી પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)માં લોન્ચ પેડ સુધી પહોંચી ચૂક્યા હોવાનો રિપોર્ટ ક્વિન્ટે પ્રકાશિત કર્યો છે. આ અંગે વધુ માહિતી આપતા ક્વિન્ટે જણાવ્યું છે કે, આ જાણકારી ત્યારે મળી જ્યારે 3 મેના દિવેસે એક એકાઉન્ટમાં બે આતંકી માર્યા ગયા અને સુરક્ષા દળોના 5 અધિકારી અને જવાન શહિદ થયા હતા. આ એન્કાઉન્ટર સફળ રહ્યું કેમ કે, આતંકીઓની એક રિસેપ્શન પાર્ટીના ઈનપુટ મળ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે આને લઈને જણાવ્યું છે કે, “ભારતમાં ઘૂસણખોરી માટે 150થી વધારે પાકિસ્તાની આતંકી સીમા પાર લોન્ચ પેડ પર તૈયાર બેસ્યા છે.”

જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રમુખે વિસ્તારપૂર્વક જણાવ્યું છે કે, “આનાથી પહેલા 5 એપ્રિલે કુપાવાડના કેરન સેક્ટરમાં સુરક્ષા દળોના હાથે પાંચ ખતરનાક આતંકવાદીઓ અથડામણમાં માર્યા ગયા હતા. આ અથડામણ ત્રણ દિવસ સુધી ચાલી હતી. અમારી ટૂકડીઓ અને સુરક્ષા દળ બધી જ રીતે સતર્ક છે. જોકે, કેરન અને લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) સાથે જોડાયેલા વિસ્તારોમાં ઘૂસણખોરીની કોશિશ સતત ચાલી રહી છે.”

મે મહિનાના પહેલા અઠવાડિયામાં હંદવાડાની બે ઘટનાઓ, જેમાં સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના 8 અધિકારી અને જવાન માર્યા ગયા હતા, જેને ઉત્તર કાશ્મીરમાં ઘૂસણખોરીની નવી આશંકાઓને જન્મ આપ્યો છે. હોટ બેલ્ટ દક્ષિણ કાશ્મર ઉપરાંત સુરક્ષા દળો માટે એક નવો મોર્ચો બની શકે છે.

મળેલી ગુપ્ત માહિતી અનુસાર, ગરમીની શરૂઆત સાથે એલઓસી પરથી ઘૂસણખોરી માટે પાકિસ્તાન પૂંછ, ઉરી, કરનાહનો ઉપયોગ કરવા માટે ઉતાવળું થઈ રહ્યું છે, જ્યારે જમ્મુ પાસે સામ્બા અને કઠુઆ સેક્ટરો માટે આંતરાષ્ટ્રીય બોર્ડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જોકે, કાશ્મીરમાં વર્તમાનમાં કેટલા સ્થાનિક અને વિદેશી આતંકી છે, તેને લઈને અધિકારી કોઈ સટીક આંકડાઓ સાથે સામે આવવાથી ઈન્કાર કરે છે, પરંતુ દિલ્હીમાં રહેલ ડિફેન્સના ટોચના સૂત્રો સંકેત આપી રહ્યાં છે કે, ‘આ સંખ્યા ચિંતાજનક છે.’

જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન ટેરર

ક્વિન્ટ અનુસાર, તેને તે ગુપ્ત નોટને જોઈ છે, જે પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)માં રમઝાનથી બે દિવસ પહેલા થયેલ એક બેઠક વિશે છે. આ બેઠકમાં કાશ્મીરના હિઝબુલ મુજાહીદ્દીન કેડર માટે લશ્કર-એ-તૈયબા તરફથી તૈયાર ડ્રોનનો ઉપયોગ કરવાનું નક્કી થયું.

સૈન્ય ઈનપુટ સંકેત આપે છે, “આ ડ્રોન 5 કિલોગ્રામ એલઈડીને કંટ્રોલરથી 3 કિમી સુધી લઈ જવામાં સક્ષમ છે અને કંટ્રોલર આને નીચે લાવવા અને તેમાં બ્લાસ્ટ કરવાની ક્ષમતા રાખે છે.”

નોટમાં તે પણ કહેવામાં આવ્યું છે, “આ બેઠકમાં ઘાટીના કેડરોને તત્કાલ ડ્રોન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. બેઠકમાં હિઝબુલના નાયબ અમીર ઉપરાંત જકી-ઉર-રહેમાન, હમઝા, અદનાન, મોસ્સા ભાઈ, સૈયદ સલાહુદ્દીન, ખાલિદ સૈફુલ્લાહ સાહિબ, તાહિર એઝાજ સાહિબ પણ હાજર હતા.”

એવામાં જ્યારે આર્ટિકલ 370ને બેઅસર કરવાના 9 મહિના પૂરા થઈ રહ્યાં છે, પાકિસ્તાનની સરકાર, તેની સેના અને અહીં સુધી કે આતંકી સમૂહ ખુબ જ પ્રેશરમાં છે. તેવું તે માટે છે કે, જમ્મુ-કાશ્મીરમાં એકતરફા બંધારણીય પરિવર્તન ઉપર કૂટનીતિક રૂપથી તેઓ સમર્થન મેળવવા અને નવી દિલ્હી પર પ્રેશર બનાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

શીર્ષ સૂત્રોએ સંકેત આપ્યા છે કે, પાકિસ્તાન માટે કાશ્મીરામં 2020ની ગરમીવાળો સમય કરો યા મરોની સ્થિતિ જેવો છે. પાકિસ્તાન આ ગરમીને આમ જ પ્રસાર થવા દઈ શકે નહીં.

કાશ્મીરમાં 15માં ચિનાર કોર્પ્સના પૂર્વ પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ (રિટાયર) સતીશ દુઆએ ક્વિન્ટને જણાવ્યું હતુ કે, “પાકિસ્તાની આતંકવાદીઓ માટે ભારતમાં ઘૂસણખોરી કરવાનો આ સૌથી સારો સમય છે. બરફ ઓગળવા લાગ્યો છે અને કેટલાક હિસ્સાઓમાં વાયરોની વાળ તૂટી ચૂકી છે, જેમને બધી જ રીતે ઠિક કરી શકાય નથી. એવામાં પાકિસ્તાન આ તકનો ફાયદો ઉઠાવવા માંગશે, તેના માટે આંતકવાદીઓ બરફ અને મુશ્કેલ વિસ્તારનો પણ સામનોન કરવા માટે તૈયાર થઈ જશે. “

તેમને વધુ જણાવતા કહ્યું કે, “પાકિસ્તાનનું આ પ્રતિદિવસનું કામ છે. તેઓ કોરોના મહામારીના કારણે આતંકવાદને રોકશે નહીં. તેની જગ્યાએ તેઓ લોકડાઉનનો ફાયદો ઉઠાવશે કેમ કે, આર્ટિકલ 370 હટાવ્યાના મહિનાઓ પસાર થઈ ગયા પછી તેઓ કેટલાક પરિણામ લાવીને બતાવવાના દબાણમાં છે.”

જોકે, દેશ માટે રાહતની વાત તે છે કે, જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ વિશ્વાસ અપાવતા જણાવે છે કે, “તેમને પાછલા વર્ષે તેઓને (આતંકીઓને) શાંત કરી બતાવ્યા હતા, અમે આ વખતે પણ તેવું જ કરીશું.”

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.  

શું ખરેખર ગુજરાતમાં અત્યારે CM તરીકે રૂપાણી નહીં આનંદી બેનની જરૂરિયાત છે?