Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > દેશમાં 10 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત, કોરોનાની ત્રીજી લહેર આવશે તો કેવી રીતે લેશે ટક્કર?

દેશમાં 10 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત, કોરોનાની ત્રીજી લહેર આવશે તો કેવી રીતે લેશે ટક્કર?

0
128

29 મેના દિવસે અરૂણાચલ પ્રદેશના ઈસ્ટ સિયંગા જિલ્લામાં 1 વર્ષ 4 મહિનના બાળકીનું કોરોના વાયરસથી મોત થઈ ગયું હતું. બાળકીને તાવ આવ્યો હતો અને 24 મેના દિવસે તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેને બચાવી શકાઇ નહતી. બાળકી કુપોષિતથી પીડિત હતી. પાછળથી રાજ્ય સરકારે આ મોત અંગે તપાસ કરવા માટે આદેશ આપ્યો હતો.

આવી જ રીતે પાછલા વર્ષે નાઈઝીરિયામાં એક 8 મહિનાના બાળક કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. જોકે, થોડા જ દિવસોમાં બાળક અને માં બંનેના મોત થઈ ગયા હતા. જ્યારે તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે બાળક અને તેની માં કુપોષણનો શિકાર હતા. તે ઉપરાંત પાછલા જૂનમાં ઈન્ડોનેશિયામાં પણ સેકન્ડો બાળકોના કોવિડ-19થી મોત થઈ ગયા હતા. તે સમયે હેલ્થ એક્સપર્ટે બાળકોના મોતનું કારણ કુપોષણને જ માનવામાં આવે છે.

આ બધી વાતોનો ઉલ્લેખ તે માટે કરવામાં આવી રહ્યો છે કેમ કે, ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેર આવવાનો અંદેશો સરકાર વ્યક્ત કરી ચૂકી છે અને અત્યાર સુધી એવું જ માનવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થવાની આશંકા છે. જોકે, આ ત્રીજી લહેર કેટલો ખતરનાક હશે, તેને લઈને અત્યાર સુધી કોઈ સ્પષ્ટ રીતે અનુમાન સામે આવ્યું નથી. જોકે, જાણકારો તે વાતને લઈને ચિંતિત છે કે જો ભારતમાં ત્રીજી લહેર આવી અને બાળકો સંક્રમિત થયા તો સ્થિતિ ડરાવનારી બની શકે છે. તે માટે કેમ કે ભારતમાં કુપોષણ બાળકોની સંખ્યા ઘણી મોટી છે.

હાલમાં જ ન્યૂઝ એજન્સી PTIની એક RTIમાં સામે આવ્યું હતુ કે, દેશભરમાં લગભગ 10 લાખ એવા બાળકો છે જે ગંભીર રૂપથી કુપોષિત છે. RTIના જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે, પાછલા વર્ષે નવેમ્બર સુધી 9,27,606 બાળકો ગંભીર રૂપથી કુપોષિત છે. તેમાંથી 3.98 બાળકો યૂપી અને 2.79 લાખ બાળકો બિહારમાં છે.

કુપોષિત બાળકોને કોરોનાનો ખતરો વધાર!

કર્ણાટક સરકારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતા કુપોષિત બાળકોની ઓળખ કરવા માટે સર્વે શરૂ કરી દીધો છે. જોકે, અત્યાર સુધી એવી કોઈ સ્ટડી આવી નથી જેમાં આ વાતનો નક્કર પુરાવા મળ્યા હોય કે કુપોષિત બાળકોને કોરોનાથી વધારે ખતરો છે. પરંતુ સરકાર પણ તે વાતને માને છે કે, સામાન્ય બાળકોની સરખામણીમાં કુપોષિત બાળકો કોઈપણ બિમારી અથવા સંક્રમણ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.

તો હેલ્થ એક્સપર્ટ તે વાતને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે કે જો કોરોનાની ત્રીજી લહેરે બાળકોને પ્રભાવિત કર્યા તો કુપોષિત બાળકો પર વધારે ખતરો રહેશે. ચાઈલ્ડ રાઈટ્સ પર કામ કરનારી સંસ્થા HAQના કો-ફાઉન્ડર ઈનાક્ષી ગાંગુલીએ PTIને કહ્યું કે કોવિડથી મોતનું મોટું કારણ કુપોષણ હશે.

વર્ષ બદલાઇ રહ્યાં છે પરંતુ બાળકોની સ્થિતિ નહીં!

કુપોષણને લઈને પૈસા ખર્ચ થઈ રહ્યાં છે,પરંતુ ભારતમાં વર્ષ બદલાવવાની સાથે-સાથે સ્થિતિ બદલાઇ રહી નથી. પાછલા વર્ષે ડિસેમ્બરમાં સ્વાસ્થ્ય મંત્રાલયે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5નો પ્રથમ ભાગ રજૂ કર્યો હતો. આ સર્વે 2019-20માં દેશના 22 રાજ્યોમાં કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં સામે આવ્યું છે કે, સ્થિતિ વધારે બગડી ગઈ છે. 2015-16માં NFHS-4 થયો હતો, તેની સરખામણીમાં NFHS-5માં ખબર પડી હતી કે કેટલાક રાજ્યોને છોડીને બાકી રાજ્યોમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી છે.

ભારતમાં કુપોષણને ત્રણ પેરામીટર પર માપવામાં આવે છે. પ્રથમ તે કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું વજન ઉંચાઈના હિસાબથી ઓછો છે. બીજો તે કે 5 વર્ષથી ઓછી ઉંમરના કેટલા બાળકોનું વજન તેમની ઉંમરના હિસાબથી ઓછો છે. ત્રીજી તે કે પાંચ વર્ષના ઓછી ઉંમરના કેટલા બાળકો ઠિગણા છે.

NFHS-5માં સામે આવ્યું હતુ કે, જે 22 રાજ્યોમાં સર્વે કરવામાં આવ્યો હતો, તેમાંથી 10 જ એવા હતા જ્યાં ઠિગણા બાળકોની સંખ્યા ઓછી હતી. 10 રાજ્યોમાં વેસ્ટેડ બાળકો અને 6 રાજ્યોમાં અંડરવેટ બાળકોની સંખ્યામાં સુધારો થયો હતો. બાકી બધા રાજ્યોમાં NFHS-4ની સરખામણીમાં વધારો થયો હતો.

આ આંકડાઓ જણાવે છે કે, ભારતમાં કુપોષણથી સ્થિતિ કેટલી ખરાબ છે. એક ચિંતાની વાત તે છે કે યૂનિસેફે પણ અનુમાન લગાવ્યો છે કે કોરોનાને લીધે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે દુનિયાભરમાં પાંચ વર્ષથી નાના 67 લાખથી વધારે બાળકો કુપોષિત હોવાનો ખતરો છે. જોકે, આ થોડી રાહતવાળી વાત તે છે કે, ભારતમાં સપ્ટેમ્બર સુધી બાળકોની કોરોના વેક્સિન આવવાની આશા હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat