Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > બાઈક – કારના અકસ્માતમાં યુવકનું મોત, નાના ભુવાને કારણે ઘટના બન્યાનો લોકોનો આક્ષેપ

બાઈક – કારના અકસ્માતમાં યુવકનું મોત, નાના ભુવાને કારણે ઘટના બન્યાનો લોકોનો આક્ષેપ

0
86

દેશમાં અકસ્માતોમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા દર વર્ષે લાખોમાં હોય છે, ક્યારેક ઓવર સ્પીડ તો ક્યારે ચાલકની ભૂલને કારણે અકસ્માત થતાં હોય છે, ત્યારે વિચિત્ર કહી શકાય તેવો અકસ્માત સુરતમાં થયો હતો, શહેરના મોટા વરાછામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું. અકસ્માતમાં બાઈક પણ સળગીને ખાખ થઈ ગયું હતું. જ્યારે કાર પણ પલટી મારી ગઈ હતી. જોકે મહત્વની વાત એ છે કે એક નાનકડાં ભુવાને કારણે સમગ્ર ઘટના બની હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

One killed in Surat accident

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા નાવડી સર્કલ ખાતે GJ-06-HD-0321 નંબરની કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી, જેમાં બાઈકની સાથે કારની ટક્કર થઈ હતી. કાર સાથે બાઈકનો ચાલક સાથે 25 થી 30 ફૂટ ઘસડ્યો હતો. ત્યારબાદ કાર પલટી મારી સામેના રોડ પર જતી રહી હતી. સમગ્ર ઘટનામાં બાઈક સળગીને ખાખ થઈ ગઈ હતી.

જ્યારે મોટા વરાછા ખાતે આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં 26 વર્ષીય મંથન જયસુખભાઈ ધોરાજીયાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. મંથનના મોતને લઈવે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મથનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, કાર ચાલક કોણ હતું અને ક્યાં જતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

બીજી તરફ સમગ્ર ઘટનાને લઇને લોકોમાં રોષ જોવા મળી ગયો છે, આડેધડ ખોદકામને લઈ મોટા વરાછાનું નાવડી સર્કલ અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યું છે. કાર અને બાઈક વચ્ચે સર્જાયેલો અકસ્માત રોડ પર પડેલા ભૂવાના કારણે થયો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat