આજે ડિજિટલ ટેક્નોલોજી દિવસે ને દિવસી વિક્સી રહી છે. દરેક નાણાંના વ્યવહારમાં ડિજિટલાઈઝેશન થઈ રહ્યું છે ત્યારે સામે પક્ષે આપણી મહેનતના પૈસાને સાઈબર ક્રાઈમથી કેવી રીતે બચાવવા તે પણ એક મોટી સમસ્યા છે. યુપીઆઈ ફ્રોડ, ઓટીપીની સાચવણી સુધી કોઈ ફ્રોડસ્ટર્સ ના આવી જાય એ માટે તમારે તમારી મહેનતના પૈસાને બચાવવા માટે શું કરવું એ અગત્યની બાબત છે. આ માટે તમારે તમારું એક બીજું એકાઉન્ટ પણ રાખવું જરૂરી છે.
Advertisement
Advertisement
આપણે મોટા ભાગે આપણા તમામ ડિજિટલ ટ્રાન્સેક્શન એક જ એકાઉન્ટ આધારિત કરતાં હોઈએ છીએ. જે એકાઉન્ટનો વધું પડતો ઇન્ટરનેટ દ્વારા ઉપયોગ થતો હોય તે ઝડપથી હેકર્સની નજરે ચડે છે. જો તમે તમારું એકાઉન્ટ ફ્રોડસ્ટરની નજરે ન ચડાવવા માંગતા હોવ તો એક બીજું એકાઉન્ટ હોવું એ માટે હિતાવહ છે જેનો તમે તમારા પુરતો ઉપયોગ કરો અને તમારા અગત્યના મોટા ટ્રાન્ઝેક્શન એ એકાઉન્ટ મારફતે કરો.
આજકાલ તમામ દેશોમાં ડિઝિટાઈઝેશન સરળ થતું જાય છે. તમારી કંપનીના કેટલાંક ગોપનીય ડેટા તમે કોઈને કોઈ રીતે તમારા અંગત વ્યક્તિઓ સાથે શેર કરો છો. પરંતુ તમારું અંગત એક એકાઉન્ટ જેના તમામ પાસવર્ડ અને ગોપનીય માહિતી તમારા અને તમારા પરિવાર પૂરતી સીમિત રાખશો તો સાઈબર ફ્રોડ થવાની શક્યતાઓ ઘટી જશે.
Y
Advertisement