Gujarat Exclusive > દેશ-વિદેશ > બ્રિટનમાં Once in a life time election

બ્રિટનમાં Once in a life time election

0
288

હવે દસ દિવસ બાકી છે, જ્યારે બ્રિટનમાં સામાન્ય ચૂંટણી યોજાશે, જેને વન્સ ઇન લાઇફ ટાઇમ ઇલેક્શન કહેવામાં આવે છે. એટલે કે, એક ચૂંટણી જે જીવનકાળમાં ફક્ત એક જ વાર આવે છે. ડાબેરી પક્ષ તરફી વર્તુળોમાં આવી માન્યતા છે. પરંતુ જમણેરી અથવા દક્ષિણપંથી વર્તુળો પણ આનાથી અસહમત નથી. તેથી તે વાત પર સહમતિ બનેલી છે કે, 12 ડિસેમ્બરે ચૂંટણી બાદ બ્રિટન પહેલા જેવી સ્થિતિમાં રહેશે નહીં.

સત્તાધારી કંજેરવેટિવ પાર્ટી જીતી તો બેગ્જિટ (એટલે કે બ્રિટનનું યુરોપિયન યુનિયનથી અલગ થવું) એક હકિકત હશે. આ પ્રશ્ન પર આરંભથી બ્રિટિશ જનમત વિભિન્ન અને વહેંચાયેલ છે. 2016માં બ્રેક્ઝિટ માટે થયેલ લોકમતમાં પણ પણ Yes એટલે યૂનિયનથી અલગ થવાના પક્ષ પર થોડી એવી બહુમતી મળી હતી. સ્કોટલેન્ડ, આયરલેન્ડ અને વેલ્સનું મોટાભાગની બહુમતી તેના વિરોધમાં રહી છે. જો કે, જો લેબર પાર્ટી તમામ પૂર્વ મતદાન મંતવ્યને ટાળીને જીતે છે, તો દેશમાં એક નવો યુગ શરૂ થશે. 40 વર્ષ પહેલા માર્ગરેટ થેચરના સત્તામાં આવ્યા બાદ નવ-ઉદારવાદી યુગમાં પ્રવેશ કર્યો હતો, તેના પર પૂર્ણવિરામ લાગ્યા બાદ એક અભૂતપૂર્વ ડાબેરી યુગની શરૂઆત થશે.

2015 પછી નેતૃત્વ સાથે-સાથે જે રીતે લેબર પાર્ટીની પ્રાઈફલ બદલાઇ અને જે રીતે તેને જન-સમર્થન, ખાસ કરીને યુવાઓનું સમર્થન મળ્યું, તેને દેશના માહોલને બદલી નાખ્યું છે. આનું જ પરિણામ છે કે, કોર્પોરેટ હિતોનું સમર્થન કરતું સમાચાર પત્ર- ફાયનાન્સિયલ ટાઈમ્સ- પણ લેબર પાર્ટીની જીતની સંભાવનાને નકારી રહ્યું નથી. 2 ડિસેમ્બરે તેને લખ્યું, ‘સંભવ છે કે, દસ દિવસ પછી બ્રિટનની ઉંઘ તૂટે તો તેઓ પ્રથમ વખત પોતાને અર્ધ-માર્ક્સવાદીઓથી શાસિત થતા દેખશે. સર્વે ભલે ગમે તે કહે, પરંતુ લેબર નેતા જેરમી કોર્બિટના 10, ડાઉનિંગ સ્ટ્રીટ (બ્રિટિશ વડાપ્રધાનનું નિવાસ)માં પ્રવેશ કરવાની સંભાવનાથી કોણ ઈન્કાર કરી શકે છે.’ સમાચાર પત્રએ લખ્યું કે, કોર્બીનના જૂથે લેબર પાર્ટી પરની પોતાની પકડ બધી જ રીતે મજબૂત કરી લીધી છે.


હકીકતમાં, જેરેમી કોર્બીનનો ઉદય તાજેતરનાં વર્ષોમાં વિશ્વના વિકસિત લોકશાહી દેશોમાં નિયો-ડાબેરીવાદના ઉદયનો એક ભાગ છે. અમેરિકાના બર્ની સેન્ડર્સ પછી જેરમી કોર્બિન આ પરિઘટનાને ઓળખ આપનાર સૌથી મોટું નામ છે. આ પરિઘટના 2008માં આવેલ મંદી પછી બનેલ પરિસ્થિતિમાંથી જન્મી. બ્રિટનમાં આ પરિઘટનાને ન્યૂ લેબરને બધી જ રીતે અપ્રસ્તુત બનાવી દીધું. ઉલ્લેખનિય છે કે, લેબર પાર્ટી 1979થી પછી જ્યારે સતત ચાર વખત ચૂંટણી હારી ગઇ અને તે બધી જ રીતે સંભાવના વગરની સ્થિતિમાં આવી ગઇ હતી, ત્યારે ટોની બ્લેયરના નેતૃત્વમાં ન્યૂ લેબરની ધારણાનો સૂર્યોદય થયો. આ સમયગાળા દરમિયાન લેબર પાર્ટી, ડાબેરીઓથી દૂર થતા-થતા એક સેન્ટ્રિસ્ટ (મધ્યમ માર્ગી) પાર્ટી બની ગઇ, જેણે તેની આર્થિક નીતિઓમાં સંપૂર્ણ રીતે નવ-ઉદારવાદને અપનાવ્યો હતો. મહિલાઓ અથવા એલજીબીટીક્યુ અધિકારો જેવા મુદ્દાઓ પર સામાજિક નીતિઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો એકમાત્ર તફાવત રહ્યો. ત્યારબાદ માર્ગારેટ થેચરે તેને તેનો સૌથી મોટો વિજય ગણાવ્યો હતો કે, લેબર પાર્ટીએ પણ તેની પોતાની આર્થિક નીતિઓ અપનાવી લીધી છે.

પરંતુ 2015 પછી આ સ્ટોરી બદલાઇ ગઈ. 2010માં ગોર્ડન બ્રાઉન અને 2015માં એડ મિલેબેન્ડના નેતૃત્વમાં લેબર પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટી સામે હારી ગઇ, ત્યારથી આ ઘટનાક્રમની શરૂઆત થઇ. ત્યારે બધા જ અનુમાનોને નકારીને જેરમ કોર્બિનની લેબર પાર્ટીના નેતા તરીકે પસંદગી થઇ. કોર્બીન 1980 ના દાયકાના ડાબેરી જૂથ સાથે જોડાયેલા હતા, જેને ફ્રિન્જ એટલે હાંસિયા પરનો જૂથ માનવામાં આવતો હતો. ન્યૂ લેબરની નીતિઓનો તેમને હંમેશા વિરોધ કર્યો. જાહેર ખર્ચમાં કાપ મૂકવાનો પ્રશ્ન હોય, બ્રિટનની પરમાણુ નીતિ હોય, અથવા બ્રિટન 2003માં ઇરાક યુદ્ધમાં સામેલ થવાનો પ્રશ્ન હોય, તેમને હંમેશા પોતાની પાર્ટીની સરકાર વિરોધ જ મતદાન કર્યું. તેમના મત વિસ્તારના લોકો સાથે તેમના જીવંત સંપર્કનો ઇતિહાસ એવો રહ્યો કે, પ્રતિકૂળ રાજકીય હવા છતાં પણ તેઓ હંમેશા જીતતા રહ્યાં.

મહિલા સુરક્ષાનો મુદ્દો માત્ર ચૂંટણી-સોશિયલ મીડિયા સુધી સિમિત, બંને ગૃહમાં અત્યાર સુધી માત્ર 2 પ્રશ્નો પૂછાયા