Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > વાહ મોદી જી વાહ….! એક વખત ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

વાહ મોદી જી વાહ….! એક વખત ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

0
68

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો થયો છે. આ સાથે દેશભરમાં તેલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. સરકાર પોતાની તિજોરીઓ ભરવા માટે ટેક્સ ઓછો કરવાની જગ્યાએ ઈન્ટરનેશનલ કિંમતને આગલ ધરીને સતત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરી રહી છે. 45 રૂપિયાની આસપાસ પડતું પેટ્રોલ દેશભરમાં વર્તમાનમાં 100 રૂપિયાની પાર જતું રહ્યું છે. સરકાર મસમોટું ટેક્સ ઉઘરાવીને જનતાની કમર તોડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા દેશમાં મોંઘવારી આકાશને આંબી ગઈ છે. તેથી ગરીબ માણસની સ્થિતિ કફોડી બની ગઈ છે.

કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ અને ઓવરઓલ મોંઘવારીને કંટ્રોલ કરવાનો વચન આપીને સત્તામાં આવી હતી. જોકે, નરેન્દ્ર મોદીની સરકાર આવતા પાછલા સાત વર્ષોમાં જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓના ભાવ બમણા થઈ ગયા છે. તેથી તેમ કહીએ તો પણ ચાલશે કે મોદી સરકારે જનતા સાથે વાદા ખિલાફી કરી છે. એક સમયે નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને મનમોહન સરકારની ટીકા કરતાં હતા. જ્યારે 2014માં પોતાના નારાઓમાં પણ મોદીએ મોંઘવારીને સ્થાન આપ્યું હતું. જોકે, હવે મોદી સરકાર પોતે તે અંગે મૌન છે.

સરકારી ઓઈલ કંપનીઓ IOC, HPCL અને BPCLએ આજે રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 35-35 પૈસાનો વધારો કર્યો છે. 35 પૈસા પ્રતિ લિટરના વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 109.34 રૂપિયા પ્રતિ લિટરની સપાટીએ પહોંચી ગઈ છે. ડીઝલની કિંમતમાં પણ 35 પૈસાનો વધારો થયો છે અને તેનો દર 98.07 રૂપિયા પ્રતિ લિટર થયો છે.

ચિંતાજનક સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર તેલના પુરવઠા અને માંગના મુદ્દે ઘણા તેલ નિકાસકર્તા દેશો સાથે વાતચીત કરી રહી છે પરંતુ ભાવમાં તાત્કાલિક રાહતની કોઈ શક્યતા નથી. અગાઉ એક સૂત્રએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાજેતરમાં મુખ્ય તેલ ઉત્પાદક દેશો માટે તેલની કિંમતો, પુરવઠા અને માંગના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થતાં પેટ્રોલિયમ મંત્રાલયે સાઉદી અરેબિયા, કુવૈત, યુએઈ, રશિયા અને અન્ય જેવા અનેક દેશોના ઉર્જા મંત્રાલયોને બોલાવ્યા છે.

ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 106.15 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.92 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 121.62 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 112.52 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat