Gujarat Exclusive > ગુજરાત > On The Spot કોરોના ટેસ્ટ: માસ્ક વગર પકડાયા તો 1000 રૂપિયા દંડ, પોઝિટિવ આવ્યા તો સીધા હોસ્પિટલ

On The Spot કોરોના ટેસ્ટ: માસ્ક વગર પકડાયા તો 1000 રૂપિયા દંડ, પોઝિટિવ આવ્યા તો સીધા હોસ્પિટલ

0
205

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) લાલ આંખ કરી છે. અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ લગાવવામાં આવ્યુ છે. આ સાથે જ રાજ્યમાં 23 નવેમ્બરથી સ્કૂલ અને કોલેજ ખોલવાના પોતાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. AMCએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે અમદાવાદમાં કોઇ પણ વ્યક્તિ માસ્ક વગર પકડાયો તો તેનો સીધો ઓન ધ સ્પોટ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો વ્યક્તિ કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યો તો તેને 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે અને જો પોઝિટિવ આવ્યો તો સીધો હોસ્પિટલમાં મોકલી દેવામાં આવશે. On The Spot Corona Test

57 કલાકનો કરફ્યૂ લગાવવામાં આવ્યો On The Spot Corona Test

અમદાવાદમાં તંત્રએ 57 કલાકનો કરફ્યૂ લગાવી દીધો છે. આ કરફ્યૂ આજ રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે જે સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે. કરફ્યૂ દરમિયાન માત્ર જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. આ પૂર્ણ કરફ્યૂ દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખોલવાની પરવાનગી છે. On The Spot Corona Test

આ પણ વાંચો: ફરી સરકારે લોકોને અસમંજસમાં મુક્યા! કોરોનાના વધતા કેસ માટે જવાબદાર કોણ

ગુજરાતના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ જાહેરાત કરી હતી કે શુક્રવારથી આગામી આદેશ સુધી રોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુત્રી રાત્રિ કરફ્યૂ રહેશે. જોકે, તેના કેટલાક કલાક પછી રાજીવ ગુપ્તાએ કહ્યુ કે શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી પૂર્ણ કરફ્યૂ લાગુ થશે. On The Spot Corona Test

ગુજરાતમાં કોરોના વાયરસના 1,340 નવા કેસ સામે આવ્યા છે અને આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા ગુરૂવારે વધીને 1,92,982 થઇ ગઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. આ દરમિયાન 1,113 દર્દી સંક્રમણથી સ્વસ્થ પણ થયા છે. On The Spot Corona Test