નવી દિલ્હી: કોંગ્રેસ ટૂલકિટ વિવાદ પર સરકાર સાથે ટકરાવ વચ્ચે ટ્વિટરે નવા ડિઝિટલ નિયમ પર ખુલાસો કર્યો છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સંભવિત ખતરા અને પોલીસ દ્વારા ડરાવવા-ધમકાવવાની રણનીતિના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ કહ્યુ કે, તે લાગુ કાયદાનુ પાલન કરવાનો પ્રયાસ કરશે. જોકે, ટ્વિટરે નવા નિયમમાં તે તત્વોમાં બદલાવ માટે કહેવાની યોજના બનાવી છે જે મુક્ત, ખુલ્લી વાતચીતને રોકે છે.
આ પ્રથમ વખત છે જ્યારે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરે નવા ડિઝિટલ નિયમો પર વાત કરી છે, જેની હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ભારતામં એક અનુપાલન અધિકારી નિયુક્ત કરવા, ફરિયાદ પ્રતિક્રિયા તંત્ર સ્થાપિત કરવા અને કાયદાના આદેશના 36 કલાકની અંદર સામગ્રીને હટાવવા કહેવામાં આવ્યુ છે.
દિલ્હી સ્થિત ટ્વિટરના કાર્યાલય પર રેડનો ઉલ્લેખ કરતા સોશિયલ મીડિયા કંપનીના પ્રવક્તાએ કહ્યુ, અમે પોતાના કર્મચારીઓને લઇને તાજેતરમાં ભારતમાં બનેલી ઘટનાઓને લઇને ચિંતિંત છીએ. આ સિવાય અભિવ્યક્તિની આઝાદી સામે ખતરાની જે આશંકા ઉભી થઇ છે, તેને લઇને પણ ચિંતિંત છીએ, જેની માટે અમે કામ કરતા રહ્યા છીએ.
વોટ્સએપે સરકારને એમ કહેતા કેસ દાખલ કર્યો છે કે નિયમ ગેરબંધારણીય છે અને ઉપયોગકર્તાની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે.