Gujarat Exclusive > દેશ-વિદેશ > અચ્છે દિન યથાવત! દશેરાના દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો વધારો

અચ્છે દિન યથાવત! દશેરાના દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો વધારો

0
64

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરી વધારો થયો છે. સરકારે ઓઇલ કંપનીઓે આજે ફરીથી સામાન્ય જનતાને ઝટકો આપ્યો છે. આજ દશેરાના દિવસે એટલે કે શુક્રવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35-35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી દેશની રાજધાની નવી દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 105.14 રૂપિયા અને ડીઝલની કિંમત 93.87 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 4 રૂપિયા જેટલો વધારો થવા પામ્યો છે. સપ્ટેમ્બ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યાં હતા. પરંતુ ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહમાં ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.

આજનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ (પ્રતિ લીટર)

અમદાવાદ
પેટ્રોલ – 101.87 (+33)
ડીઝલ – 101.17 (+38)

સુરત
પેટ્રોલ – 101.81 (+47)
ડીઝલ – 101.12 (+38)

વડોદરા
પેટ્રોલ – 101.57 (+34)
ડીઝલ – 100.87 (+38)

રાજકોટ
પેટ્રોલ – 101.63 (+34)
ડીઝલ – 100.95 (+38)

ડીસા-પાલનપુર
પેટ્રોલ – 102.07 (+34)
ડીઝલ – 101.39 (+40)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat