Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > કોરોના કહેરઃ OLA કંપનીએ લીધો મહત્વનો નિર્ણય, એકસાથે 1400 કર્મચારીઓને કરશે છુટ્ટા

કોરોના કહેરઃ OLA કંપનીએ લીધો મહત્વનો નિર્ણય, એકસાથે 1400 કર્મચારીઓને કરશે છુટ્ટા

0
424

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને રોકવા માટે લોકડાઉનને કારણ દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પાટા પરથી ઉતરી ગઇ છે. જેની સીધી અસર કંપનીઓ પર પડી છે અને આને કારણ લોકોની નોકરીઓ જવાની ઘટનાઓમાં પણ વધારો થવા લાગ્યો છે. ઓનલાઇન કૈબ બુકિંગ સેવા આપનારી કંપની ઓલા (OLA) નાં CEO ભાવેશ અગ્રવાલે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીને કારણ છેલ્લાં બે મહીનામાં સવારી, નાણાંકીય સેવાઓ અને ખાદ્ય વેપારથી તેનો ખર્ચ 95 ટકા ઘટી ગયો છે અને આને જોતાં કંપની હાલમાં 1400 કર્મચારીઓને નિકાળી રહી છે.

વેપારનું ભવિષ્ય અનિશ્ચિત
કર્મચારીઓને મોકલેલા એક ઇમેઇલમાં અગ્રવાલે એ સ્પષ્ટ કરી દીધું છે કે વેપારનું ભવિષ્ય ‘ખૂબ અસ્પષ્ટ અને અનિશ્ચિત’ છે અને ‘નિશ્ચિત રૂપથી આ સંકટની અસર અમારી પર લાંબા સમય સુધી રહેશે.’

ઉદ્યોગ પર વાયરસની ખોટી અસર
તેઓએ કહ્યું કે, ‘ખાસ રીતે અમારા ઉદ્યોગ માટે વાયરસની અસર ખૂબ જ ખરાબ રહી છે. છેલ્લાં બે મહીનામાં અમારી કમાણીમાં 95 ટકાની ઉણપ આવી છે. સૌથી મોટી વાત એ છે કે આ સંકટે અમારા લાખો ડ્રાઇવરો અને તેમનાં પરિવારોની આજીવિકાને પ્રભાવિત કર્યા છે.’ અગ્રવાલે કહ્યું કે, કંપનીએ 1400 કર્મચારીઓને છુટ્ટા કરવાનો નિર્ણય કર્યો છે.

જોમેટો, સ્વિગી પણ કર્મચારીઓને કરે છે છુટ્ટા
આ પહેલા ઓનલાઇન ફુડ ડિલીવરી કંપનીઓ જોમેટો તથા સ્વિગીએ પણ કર્મચારીઓને છુટ્ટા કરવાની જાહેરાત કરી છે. ઓનલાઇન ફુડ ડિલીવરી કંપની સ્વિગીએ આગામી કેટલાંક દિવસો પહેલાં દેશભરમાં પોતાનાં 1100 કર્મચારીઓને છુટ્ટા કરવાની જાહેરાત કરી છે. આ પહેલાં આની પ્રતિસ્પર્ધક કંપની જોમેટો પોતાનાં 13% કર્મચારીઓને છુટ્ટા કરવાની જાહેરાત કરી ચૂક્યું છે.

સંકટ રહેશે યથાવત
સ્વિગીનાં કો-ફાઉન્ડર શ્રીહર્ષ માજેતીએ સોમવારનાં રોજ એક પત્રમાં જણાવ્યું કે, ‘ફૂડ ડિલીવરી બિઝનેસ પર મોટી અસર પડી છે અને કેટલાંક સમય સુધી તે યથાવત રહેશ, જો કે આવનારા સમયમાં તે ફરીથી પાટા પર આવી જશે તેવી આશા છે. અમારે અમારી કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ઓછી કરવા અને આવનારા સમયમાં કોઇ પણ પ્રકારની અનિશ્ચિતતા સામે ઝઝૂમવા માટે ખર્ચ ઓછો કરવાની જરૂરિયાત છે.’

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

બ્રિટિશ એરલાઇન easyJet પર સાયબર એટેક, 90 લાખ ગ્રાહકોનાં ડેટા લીક