Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ઓઈલી સ્કિનથી પરેશાન યુવક-યુવતીઓ માટે આ ફળ ખુબ જ ફાયદાકારક

ઓઈલી સ્કિનથી પરેશાન યુવક-યુવતીઓ માટે આ ફળ ખુબ જ ફાયદાકારક

0
240

આજના સમયમાં કેટલીક યુવતિ અને યુવકોના ચહેરા પર ઓઈલી સ્કીનની સમસ્યા વધારે જોવા મળી રહી છે. ઘણા લોકો આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ફેસવોસ અને ઘણા એવા આયુર્વેદિક ઈલાજો પણ કરાવતા હોય છે. તેવા લોકો માટે એક ઘરેલું ઉપાય છે. જેમાં ખાવામાં વપરાતું પપૈયાનું ફળ, આ ચીકાશ દૂર કરવાની સાથે, ત્વચાને મુલાયમ બનાવે છે. અને રંગ પણ ગોરો બનાવે છે. તે ડાઘ, કાળા ધબ્બા પણ હટાવે છે. અને ખીલની સમસ્યામાં પણ રાહત આપે છે.

પપૈયા અને મધ

જો તમારી સ્કિન ડ્રાય છે. તો તમે પપૈયા અને મધના મિશ્રણવાળો, પેક લગાવી શકો છો. તેમાં થોડું દૂધ પણ, ભેળવી શકો છો. આ પેકને ચહેરા અને ગરદન પર લગાવો. 15-20 મિનિટ બાદ, ઠંડા પાણીથી ધોઈ નાંખો. આ પેક તમે અઠવાડિયામાં, એકવાર લગાવી શકો છો.

પપૈયા અને ટામેટા

જો તમારા ચહેરા પર, કાળા ધબ્બા થઇ ગયા છે. તો કાકડી, પપૈયા અને ટામેટાના રસને, બરાબર ભેળવીને લેપ જેવું બનાવો. જેમ લેપ સુકાઈ જાય તો, ફરી એકવાર લગાવો. આ રીતે ત્રણ ચાર વાર લેપ લગાવો. પછી પાણીથી ધોઈ કાઢો. આવું 7 દિવસ કરવાથી ફર્ક પડશે.

આ પણ વાંચો: Corona દર્દીઓના ફેફસાં મજબુત કરશે ‘સ્પાઈરોમેટ્રી કસરત’

પપૈયા અને લીંબુ

પપૈયાને મેશ કરીને તેમાં, મધ અને લીંબુનો રસ મૂકીને પેક તૈયાર કરો. તમે તેમાં થોડી મુલતાની માટી, પણ લગાવી શકો છો. તે ચહેરા પર તેલ અને ખીલની સમસ્યા દૂર કરશે.

પપૈયા અને કેળા

આ પેક ચહેરાને આરામ આપવાની સાથે સારો અનુભવ આપશે. તેમાં કાકડી પણ કાપીને મિક્ષ કરવાથી ચહેરાને મોઇશરાઇઝ કરી શકાય છે.

પપૈયા અને ઈંડુ

તે એક એન્ટી એજિંગ માસ્ક છે. પપૈયામાં ઈંડાનો સફેદ ભાગ ભેળવો, અને તેને સારી રીતે મિક્ષ કરો. તેનાથી ચહેરામાં ટાઇટનેસ આવશે. અઠવાડિયામાં એક વાર, આ પ્રયોગ કરી શકાય છે.

પપૈયા અને સંતરા

ચહેરો ઓઈલી હોય ત્યારે, પપૈયા અને સંતરાનો પેક યોગ્ય રહેશે. સંતરાથી ચહેરા પરનું વધારાનું, ઓઇલ દૂર થાય છે. આ ફેસપેકને અઠવાડિયામાં, બે વાર લગાવી શકાય છે.