Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > લ્યો…સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીઓની બદલી તો કરાઈ પણ એમની જગ્યાએ કોઈની નિમણુંક નહિ????

લ્યો…સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીઓની બદલી તો કરાઈ પણ એમની જગ્યાએ કોઈની નિમણુંક નહિ????

0
5

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાત સરકારે ગુજરાતના વિવિધ જિલ્લાઓ 167 નાયબ કલેક્ટરોની બદલીના હુકમ કર્યા છે.જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવરનન્સ ઓથોરિટીના 2 જેટલા નાયબ કલેકટરોની પણ બદલી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી છે.અગાઉ પણ 4 અધિકારીઓની બદલી કરાઈ હતી.પણ આશ્ચર્યજનક બાબત એ છે કે એમની બદલીની જગ્યાએ અન્ય કોઈ અધિકારીની નિમણૂક કરાઈ નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ઘણા નવા નવા પ્રોજેક્ટો આકાર પામી રહ્યાં છે, ત્યારે એક સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસની હરણફાળ ભરી રહી છે તો બીજી બાજુ ત્યાંના જ અધિકારીઓની બદલી કરાઈ છે અને એમની જગ્યાએ કોઈ અધિકારીની નિમણુંક ન કરાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ પર બ્રેક લાગી શકવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

ગુજરાત સરકારે કરેલી બદલીઓમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના નાયબ કલેકટર મયુર પરમારને મહેસાણા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે, નાયબ કલેકટર કુલદીપસિંહ વાળાની રાજુલા પ્રાંત અધિકારી તરીકે બદલી કરાઈ છે.જ્યારે અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિકુંજ પરીખની બનાસ કાંઠાના ડેપ્યુટી ડીડીઓ, મામલતદાર પાર્થ જયસ્વાલની પાવી જેતપુર ખાતે, મામલતદાર શરદ બાંભરોલીયાની બદલી કાલોલ ખાતે, અધિક કલેકટર આર.ડી.ભટ્ટની બદલી સેક્રેટરી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ખાતે કરાઈ હતી.

ગુજરાત સરકારે અન્ય અધિકારીઓની નિમણુંક ન કરતા મયુર પરમાર, કુલદીપસિંહ વાળા, નિકુંજ પરીખ, શરદ બાંભરોલીયાને હજુ સુધી છુટા કરવાના બાકી છે.જ્યારે આર.ડી.ભટ્ટનો ચાર્જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેને આપેલો છે.બીજી બાજુ મામલતદાર પાર્થ જયસ્વાલને છુટા કરાતા એમની જગ્યા ખાલી પડેલી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અત્યાર સુધી 2 એડિશનલ કલેકટર, 4 ડેપ્યુટી કલેકટર અને 2 મામલતદાર માંથી 1 એડિશનલ કલેકટર, 3 ડેપ્યુટી કલેકટર અને 2 મામલતદારની બદલીના ઓર્ડર થયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat