Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયની નાયબ નિયામક, નાની બચતની કચેરી બંધ કરવા નાણા વિભાગનો નિર્ણય

રાજયની નાયબ નિયામક, નાની બચતની કચેરી બંધ કરવા નાણા વિભાગનો નિર્ણય

0
60
  • નાની બચતની કામગીરી સંબંધિત જિલ્લા કલેકટરની કચેરીને તબદીલ કરી દેવાઇ

  • પ્રતિનિયુક્તિ પર આવેલા કર્મચારીઓને પરત જે તે સંબંધિત વિભાગને ફાળવી દેવાયા

ગાંધીનગર: રાજયની નાયબ નિયામક, નાની બચત, અમદાવાદની કચેરી તથા જિલ્લાઓની નાની બચતની કચેરીઓની કામગીરી કાયમી ધોરણે બંધ કરવાનો રાજયના નાણાં વિભાગે નિર્ણય કર્યો છે. તેની સાથે હવે પછીની નાની બચતની કામગીરી સંબંધિત જિલ્લા કલેકટરની કચેરીઓને કાયમી સ્વરૂપે તબદીલ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

ભારત સરકારની રાષ્ટ્રીય બચત સંસ્થાન કચેરી નાનીબચતની જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. તે અંગેની ગુજરાત રાજયની નાની બચતયોજનાની કામગીરી માટે નાયબ નિયામક ( નાની બચત ), અમદાવાદની કચેરી નોડલ એજન્સીતરીકે કામ કરે છે. સને 2005થી ગુજરાત સરકારે કેન્દ્રિય સહાય લેવી ના પડે તેવુંધોરણ અપનાવ્યું છે. તેમજ નવા એજન્ટોની નિમણૂંક, પ્રોત્સાહન માટેનું અનુદાન અનેયોજનાની પ્રસિધ્ધિ કરવાનું બંધ કર્યું છે.

નાયબ નિયામક, નાની બચત, અમદાવાદની કચેરીઅને તેના હસ્તકની પ્રાદેશિક નાની બચત કચેરીઓ તથા જિલ્લા નાની બચત કચેરીઓમાંથી જગ્યાઓ કમી કરવામાં આવેલ છે. હાલમાં અધિકુત નાની બચતની સ્ટાન્ડર્ડાઇઝ એજન્સીસીસ્ટમ ( SAS) તથા મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજના ( MPKBY) જેવીયોજનાઓના એજન્ટોની એજન્સીઓ રિન્યુ- રદ કરવાની કામગીરી જ થઇ રહી હોવાથી કામગીરીનું પ્રમાણ લગભગ સમાપ્ત થયું હોવાથી 1લી ઓક્ટોબરની અસરથી રાજયની નાયબ નિયામક,અમદાવાદની કચેરી તથા જિલ્લા નાની બચત કચેરીઓની કામગીરી કાયમી ધોરણે બંધ કરવાનોનિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ કચેરીઓમાં મંજુર થયેલી તમામ 47 હંગામીજગ્યાઓ ( ભરાયેલી અને ખાલી જગ્યાઓ સહિત ) પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે.જેમાં 20 ભરાયેલી હતી. અને 27 ખાલી જગ્યાઓ હતી. ભરાયેલી જગ્યાઓમાં 15 નાયબમામલતદાર, 1- હિસાબનીસ, 4 કલાર્ક તથા 2 પટ્ટાવાળાનો સમાવેશ થાય છે. રાજયના નાની બચતના એજન્ટોની એજન્સીઓ રિન્યુ-રદકરવાની કામગીરી રાજયના મહેસુલ વિભાગના મહેકમ પરના સંબંધિત જિલ્લા કલેકટર કચેરીઓનેકાયમી સ્વરૂપે તબદીલ કરવામાં આવે છે.

આ ઉપરાંત મંજુર મહેકમમાંથી ભરાયેલી જગ્યાઓ પરપ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતાં નાયબ મામલતદાર, કારકુન, પટ્ટાવાળાને જિલ્લા સંબંધિતજિલ્લા કલેકટર કચેરી તથા હિસાબનીસને હિસાબ અને તિજોરીની કચેરી, ગાંધીનગરને પરત ફાળવવામાં આવે છે. આવા પરત ફાળવાયેલા અધિકારી-કર્મચારીઓના ચાલુ નાણાંકીય વર્ષમાંબાકી રહેલા સમયગાળાના પગાર-ભથ્થાં અંગેની જોગવાઇ તેમની કચેરીના નાણાંકીય વર્ષ2021-22ના સુધારેલા અંદાજપત્રમાં કરવાની રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat