Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > લગ્ન બાદ વિદાય વેળા દુલ્હન રડી-રડીને બેભાન, હાર્ટએટેક આવતા થયુ મોત

લગ્ન બાદ વિદાય વેળા દુલ્હન રડી-રડીને બેભાન, હાર્ટએટેક આવતા થયુ મોત

0
187

ઓડિશાના સોનેપુરની ઘટના, લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ ગઇ

સોનેપુરઃ ઓડિશાના સોનેપુરમાં લગ્ન સમારંભમાં ખુશીનો માહોલ અચાનક ગમમાં ફેરવાઇ ગયો. જ્યાં એક યુવતીના લગ્ન બાદ તેને વિદાય આપવાની તૈયારી ચાલી રહી હતી. ત્યારે દુલ્હન બેભાન થઇ જમીન (Odisha Bride Death )પર પડી ગઇ. હોસ્પિટલ લઇ જવાતા ડોક્ટરોએ તેને હાર્ટએટેકથી મોત થઇ ગયું હોવાની જાહેરાત કરી દીધી.

આ પણ વાંચોઃ આયશાની એ 72 મિનિટનું કોલ રેકોર્ડિંગ, જેમાં આરિફે કહ્યું હતું- ‘મરતી હૈ તો મરજા-વીડિયો ભેજ દેના’

લગ્નની તમામ વિધિ સમુસુતરુ પાર પડી પણ…..

આ ઘટના શુક્રવારે ઓડિશાના સોનેપુરમાં બની ગઇ. અહીંના ઝુલાંડા ગામમાં મુરલી લાહૂની દિકરી રોઝીનું બલાંગીર જિલ્લાના ટેટલગામ નિવાસી બિસીકેન સાથે લગ્ન થયા હતા. સાત ફેરા સહિતની તમામ વિધિ હર્ષ ઉલ્લાસ સાથે પુરી થઇ ગઇ હતી. માત્ર દુલ્હનની વિદાય થવાની બાકી હતી. ત્યારે તે બહુ જોરજોરથી રડવા લાગી. સગા સંબંધીઓ તેને બહુ સમજાવી, પરંતુ તેનું રડવાનું અટકતુ જ નહતું.

અચાનક રોઝી રડતા-રડતા જમીન પર પડી ગઇ. સામાન્ય રીતે આખુ જીવન માતા-પિતાના સાનિધ્યમાં વિતાવ્યા પછી સાસરિયે વિદાય વેળા મોટાભાગની દુલ્હનો રડતી જ હોય છે. તે સ્વભાવિક પણ છે. અહીં પણ સંબંધીઓએ એવું માન્યું કે રોઝી રડી રડીને માત્ર બેભાન થઇ છે. થોડીવારમાં ભાનમાં આવી જશે.

આ પણ વાંચોઃગુજરાત ATSની 4 જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર્સ પર બોલિવૂડમાં બનશે ફિલ્મ

કોઇએ રોઝી પર પાણી છાંટ્યું તો કોઇએ હાથ-પગની માલિશ કરી

સંબંધીઓએ આવું વિચારી રોઝીને પાણી છાંટ્યું, તો ખોઇએ હાથ પગની માલિસ કરી કે રોઝી હોશમાં આવી જાય. પરંતુ ઘણી વાર થવા છતાં રોઝીની સ્થિતિમાં કોઇ ફેર ન પડતા લોકોને ચિંતા થવા લાગી હતી. અંતે તેને ડૂંગુપાલીના સરકારી આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે રોઝીનું હાર્ટએટેકથી મોત થઇ ગયું હોવાનું જણાવતા સગા સંબંધીઓમાં સોપો પડી ગયો હતો.

બધા વિચારી રહ્યા હતા કે આ શું થઇ ગયું. થોડી વાર પહેલાં તો રોઝીને બિસીકેસન સાથે તોરણે બાંધવામાં આવી હતી. હવે એ જ રોઝી નિસ્પ્રાણ થઇ હોસ્પિટલના બેડ પર પડી છે. થોડીવાર પછી આ અંગે પોલીસને જાણ થતાં તેણે આવીને પંચનામુ અને પોસ્ટમાર્ટમ સહિતની કાર્યવાહી કરી રોઝીનો મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો. આ ઘટના બાદ રોઝીનો પરિવાર જ નહીં આખા ગામના લોકો હેરાન અને દુઃખી છે.

પિતાના નિધન બાદ રોઝી ડિપ્રેશનમાં સરી પડી હતી

એવું જાણવા મળ્યું છે કે વાસ્તવમાં થોડા મહિના પહેલાં જ રોઝીના પિતા મુરલી સાહૂનું નિધન થઇ ગયું હતું. ત્યારથી રોઝી ડિપ્રેશનમાં હતી. તેને તનાવમાં મુક્ત કરવા રોઝીના મામા અને કેટલાક સામાજીક કાર્યકરોએ તેનું સગપણ કરી દીધુ અને લગ્ન કરવનો નિર્ણય કર્યો હતો. પરંતુ વિધિને બીજું કંઇ જ મંજૂર હતું.

આ પણ વાંચોઃ પાપી પેટનો સવાલ!, મોડાસાના ખંભીસરમાં માતા-પિતાએ બાળકને 7 હજારમાં વેચ્યો

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat