નવી દિલ્હી: દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની ઉપસ્થિતિમાં આયોજિત બૌદ્ધ મહાસભા કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો છે. આ વિવાદમાં બીજેપી રાજેન્દ્ર પાલ ગૌતમ પર હિન્દૂ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લગાવી રહી છે. મંત્રીની હાજરીમાં હજારો લોકોને રામ-કૃષ્ણને ભગવાન ના માનવા અને ક્યારેય પૂજા ના કરવાનો શપથનો વીડિયો પણ સામે આવ્યો છે. તે વીડિયોને લઈને બીજેપીએ કહ્યું છે કે, આ બૌદ્ધ અને હિન્દૂ ધર્મ માનનારા લોકોને લડાવવાની કોશિશ છે. બીજેપીએ રાજેન્દ્ર ગૌતમને હિન્દૂ સમાજ પાસે માંફી માંગવાની પણ માંગ કરી છે. બીજેપીની તે પણ માંગે છે કે, સીએમ અરવિંદ કેજરીવાલ ગૌતમને સસ્પેન્ડ કરે.
Advertisement
Advertisement
રિપોર્ટ અનુસાર બુધવારે વિજયાદશમીના દિવસે કરોલબાગના રાણી ઝાંસી રોડ આંબેડકર ભવનમાં રાજેન્દ્ર પાલ ગૌતમની ઉપસ્થિતિમાં ધમ્મ ચક્ર પ્રવર્તન દિવસ કાર્યક્રમનું આયોજન થયું. આમાં લોકોએ બૌદ્ધ ધર્મની દિક્ષા તો લીધી પરંતુ આ વાતની પણ શપથ લીધી કે હિન્દૂ દેવી-દેવતાઓની પૂજા કરશે નહીં અને ના તેમને ઈશ્વર માનશે. આને લઈને બીજેપીએ આમ આદમી પાર્ટીને ઘેરી છે. બીજેપીએ દિલ્હી સરકારના મંત્રી પર આરોપ લગાવ્યો છે કે તેમને લોકોને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ અને કૃષ્ણને ઇશ્વર ના માનવા અને તેની ક્યારેય પૂજા ના કરવાની શપથ લેવડાવી.
આ પણ વાંચો : #બેઠકપુરાણ માંડવી (કચ્છ): વાસ્કો દ ગામાને જળમાર્ગ બતાવનારું માંડવી પોતે આ વખતે રસ્તો બદલશે?
બીજેપીએ આપ મંત્રીની ભાગીદારીની નિંદા કરતાં આને હિન્દૂ ધર્મ અને બૌદ્ધ ધર્મનું અપમાન ગણાવ્યું છે. બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું, “આપના મંત્રી રમખાણ ભડકાવવાની કોશિશ કરી રહ્યાં છે. મંત્રીને તરત જ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઇએ. અમે તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધી રહ્યાં છીએ. જો અરવિંદ કેજરીવાલ એક્શન લે છે તો ઠીક છે, જો લેતા નથી તો અમે આના પર નફરત ફેલાવનારા કેસને જે સ્તર પર લઇને જવું પડશે, ત્યાં લઇ જઇશું.”
देखिए, किस तरह केजरीवाल का मंत्री हिंदुओं के विरूद्ध ज़हर उगल रहा है। चुनावी हिन्दू केजरीवाल और AAP का हिंदू विरोधी चेहरा सबके सामने आ गया है। जनता जल्द हिंदू विरोधी AAP को उचित जवाब देगी। शर्म करो केजरीवाल। pic.twitter.com/vYhmXJtbaq
— BJP Delhi (@BJP4Delhi) October 7, 2022
દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું, રાજેન્દ્ર પાલ ગૌતમ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. દિલ્હી સરકારમાં કેજરીવાલની લીડરશિપમાં મંત્રી છે. હિન્દૂ દેવતાઓ પ્રતિ જે અસમ્માન અને અપમાન તેમને કહ્યું છે, તે ક્ષમાને લાયક નથી. અરવિંદ કેજરીવાલ જો તમે પોતે વાસ્તવમાં સેક્યુલર માનો છો તો 24 કલાકની અંદર રાજેન્દ્ર પાલ ગૌતમને સસ્પેન્ડ કરો.
વિવાદ વધવા પર રાજેન્દ્ર પાલ ગૌતમે સફાઇ પણ આપી દીધી છે. ગૌતમે કહ્યું, “ભારતનું બંધારણ આપણને આઝાદી આપે છે. આપણે ક્યા ધર્મને માનીએ, કોને ના માને, આનાથી કોઇને શું આપત્તિ છે. કેસ નોંધાવવો હોય તો નોંધાવે. તે કરી શું શકે છે. ખોટા કેસ બનાવી શકે છે. જેલમાં નાંખી શકે છે. તેના માટે હું તૈયાર છું. બીજેપીની જમીન ખસી રહી છે. આમ આદમી પાર્ટીથી બીજેપી ડરે છે, કેમ કે આપે સામાન્ય વ્યક્તિ માટે કામ કર્યું છે.”
Advertisement