Gujarat Exclusive > યુથ > મનોરંજન > તૃણમુલ સાંસદ નુસરત જહાંના નિખિલ જૈન સાથેના લગ્ન કાયદેસર નથી?

તૃણમુલ સાંસદ નુસરત જહાંના નિખિલ જૈન સાથેના લગ્ન કાયદેસર નથી?

0
54

બંગાળી અભિનેત્રી લગ્નના બે વર્ષે કહે છે- લગ્ન તુર્કીમાં થયા હતા,તે કાયદાકીય રીતે માન્ય નથી

કોલકાતાઃ તૃણમુલ કોંગ્રેસ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંના બિઝનેસમેન નિખિલ જૈન સાથેના લંગ્ન સંબંધોમાં તિરાડના અહેવાલ છે. નિખિલે દિવાની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પરંતુ નુસરતનું કહેવું છે કે તેમના લગ્ન તુર્કીમાં થયા હતા. જે કાયદેસર નથી. આ લગ્ન કાયદાકીય રીતે માન્ય (Nusrat Nikhil marriage iillegal) નથી.

હાલ તો નુસરત અને નિખિલના માર્ગ અલગ થઇ ગયા છે. બંને ગત નવેમ્બરથી જ અલગ રહે છે. નુસરત ગર્ભવતી પણ છે. પરંતુ નિખિલનું કહેવું છે કે તેને આ વાતની ખબર નથી. આગામી સપ્ટેમ્બરમાં નુસરત બાળકને જન્મ આપવાની છે. એટલું જ નહીં નુસરત એક્ટર યશ દાસગુપ્તા સાથેના અફેરને કારણે પણ ચર્ચામાં છે.

આ પણ વાંચોઃ નુસરત સાથે કોઇ સંબંધ રાખવા માગનો નથીઃ સાંસદ-અભિનેત્રીના પતિએ કર્યો

નુસરત-નિખિલના 2019માં તુર્કીમાં લગ્ન થયા હતા

નુસરત અને નિખિલ જૈનના જૂન 2019માં લગ્ન થયા ત્યારે બહુ ચર્ચા જાગી હતી. પરંતું નુસરત હવે કહે છે કે તુર્કી મેરેજ એક્ટ હેઠળ થયેલા નિખિલ સાથેના તેના લગ્ન માન્ય નથી. તેના અને નિખિલના ઇન્ટરફેથ મેરેજ (આંતરધર્મીય લગ્ન)ને ભારતમાં કાયદાકીય રીતે માન્યતાની જરૂર હતી. પરંતુ તેમણે લગ્ન રજીસ્ટર્ડ કરાવ્યા નહીં. તેથી કાયદેસર રીતે બંનેના લગ્ન માન્ય નથી. બંને લિવ ઇનમાં જ રહેતા હતા. જેના કારણે તલાકની જરૂર જ પડતી નથી.

બીજી બાજુ નિખિલ કહે છે કે તેમના લગ્ન લીગલ હતા. નુસરતે જે પણ કહ્યું તેના કોઇ કોમેન્ટ કરવાનો નિખિલ ઇનકાર કરે છે. તેનું કહેવું છે કે મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે. તેથી જ્યાં સુધી મુદ્દો કોર્ટમાં છે, તે આ મામલે કંઇ કહેશે નહીં.

કોર્ટ મેટર હોવાથી હું કંઇ નહી કહુંઃ નિખિલ

નિખિલે જો કે સ્પષ્ટ કરી દીધું કે તેમના માર્ગ હવે અલગ થઇ ગયા છે. તેણે તેના માટે કોર્ટમાં જે સિવિલિ સૂટ દાખલ કર્યો છે. તે મેટરને રદ (એનલમેન્ટ ઓફ મેટર) કરવા માટે છે. કારણ કે લગ્ન તુર્કીમાં થયા હતા. તેથી આ કેસ પરસ્પર સંમતિથી છૂટ પડવા કે તલાક માટેનો નથી.

આ પણ વાંચોઃ હિન્દુજા હોસ્પિટલમાંથી સાયરાબાનુંએ દિલીપકુમાર સાથેની તસવીર શેર કરી

નુસરતે કહ્યું કે

“નિખિલ સાથે મેં બહુ પહેલાં જ મારા રસ્તો અલગ કરી લીધો હતો. પરંતુ મેં આ અંગે કોઇને પણ કંઇ કહેવાનું મુનાસિબ માન્યુ નહીં. સાથે જ હું મારી પર્સનલ લાઇફ કોઇને સાથે શેર કરવા માગતી નહતી. અમારા લગ્ન કાયદેસર રીતે માન્ય (Nusrat Nikhil marriage iillegal)નથી કે અમે કાયદાની નજરમાં પરિણીત પણ નથી. બંને વચ્ચે બહુ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat