સીએમના ભાષણ વખતે સૂત્રોચ્ચાર મુદ્દે બંગાળમાં રાજકારણ ગરમ
કોલકાતાઃ CM મમતા બેનરજીની સભામાં થયેલા સૂત્રોચ્ચાર મામલે તૃણમુલ સાંસદ અને અભિનેત્રીએ કહ્યું (Nusrat Jahan said)કે રામનું નામ ગળુ દબાવીને નહીં પણ ગળે મળીને બોલવું જોઇએ.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિ પ્રસંગેના સરકારી કાર્યક્રમમાં મમતા બેનરજીના ભાષણના સમયે થયેલા સૂત્રોચ્ચાર અંગે તૃણમુલ કોંગ્રેસે સખત નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ PM મોદી અને CM મમતા એક મંચ પર, પરંતુ બોલવા ન દેવાતા દીદીએ પિત્તો ગુમાવ્યો
અભિનેત્રી સાંસદે ટ્વીટ કરી નારાજગી વ્યક્ત કરી
નુસરત જહાંએ ટ્વીટ કરીને લખ્યું (Nusrat Jahan said) કે,
“રામનું નામ ગળુ લગાવીને બોલો નહીં કે ગળુ દબાવીને. હું સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝના 125મી જયંતિ સમારંભમાં રાજકીય અને ધાર્મિક સૂત્રોચ્ચારની કડક ટીકા કરું છું.”
નુસરતે વધુ એક ટ્વીટમાં લખ્યું (Nusrat Jahan said) કે,
“નેતાજી સુભાષ ચંદ્ર બોઝ એવા નેતા હતા, જેમણે બંગાળને અત્યાચાર અને જુલ્મ વિરુદ્ધ લડવાનું શીખવ્યું. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં તેમનું યોગદાન દરેક ભારતીયના મનમાં રહેશે. દેશ નાયક દિવસે બંગાળ મહાન નેતાજીને નમન કરે છે.”
મુખ્યમંત્રી મમતા એક મંચ પર તો હતા. પરંતુ હોબાળા વચ્ચે બોલવા ન દેવાતા દીદીએ પિત્તો ગુમાવી દીધો હતો. તેમણે ભાષણ આપવાનો ઇનકાર કરી દીધો.
dignity (noun) The state or quality of being worthy of honour and respect.
You can’t teach ‘dignity’. Nor can you teach lumpens to be dignified.
Here is a one-min video of what exactly happened today. Including the dignified response by @MamataOfficial pic.twitter.com/aEQ3jF7CYf
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) January 23, 2021
આ પણ વાંચોઃ નેતાજીની 125મી જયંતિએ ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે હિંસા, ગોળીબારમાં એકનું મોત
મમતા બેનરજીએ ગુસ્સા સાથે બોલવાની ના પાડી દીધી Nusrat Jahan said news
મમતાનો બોલવાનો વારો આવ્યો તો એક તરફ જયશ્રી રામ અને બીજી તરફથી ભારત માતા કી જયના નારા ગુંજવા લાગ્યા હતા. તેથી મમતા બેનરજી ગુસ્સે ભરાઇ ગયા હતા. તેમણે કહ્યું કે જો તમે કોઇને બોલાવ્યા હોય, આમંત્રિત કર્યા છે તો આવી રીતે કોઇની બે ઇજ્જતી કે અપમાન કરી શકાય નહીં.
મમતાનો બોલવાનો વારો આવ્યો તો એક તરફ જયશ્રી રામ અને બીજી તરફથી ભારત માતા કી જયના નારા ગુંજવા લાગ્યા હતા. તેથી મમતા બેનરજી ગુસ્સે ભરાઇ ગયા હતા. તેમણે કહ્યું કે જો તમે કોઇને બોલાવ્યા હોય, આમંત્રિત કર્યા છે તો આવી રીતે કોઇની બે ઇજ્જતી કે અપમાન કરી શકાય નહીં.
ભાજપે કહ્યું- મહાપુરૂષોનું અપમાન
જ્યારે ભાજપ મીડિયા સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે મમતા બેનરજીએ ભાષણ આપવાનો ઇનકાર કરી બંગાળના મહાપુરૂષોનું અપમાન કર્યું છે. અમિત માલવીયએ ટ્વીટ કરી કે મમતા બેનરજીએ વિશ્વ ભારતીના શતાબ્દિ સમારંભમાં જવાનો ઇનકાર કરી રવિન્દ્રનાથ ટાગોરના વારસાનું અપમાન કર્યું.
આ પણ વાંચોઃ દેશમાં 4 પાટનગર હોવા જોઇએ, કોલકાતાને પણ બનાવો રાજધાની- મમતા બેનરજી
માલવીયએ કહ્યુ કે નેતાજીની જયંતિ સમારંભમાં ભાષણ નહીં આપીને પણ તેમણે એવું જ કર્યું. બંગાળ પોતાના મહાપુરૂષઓનું અપમાન સાંખી નહીં લે.