Gujarat Exclusive > યુથ > મનોરંજન > નુસરત સાથે કોઇ સંબંધ રાખવા માગનો નથીઃ સાંસદ-અભિનેત્રીના પતિએ કર્યો કેસ

નુસરત સાથે કોઇ સંબંધ રાખવા માગનો નથીઃ સાંસદ-અભિનેત્રીના પતિએ કર્યો કેસ

0
56
  • તૃણમુલ નેતા અને બંગાળી અભિનેત્રીના પતિ નિખિલ જૈને કહ્યું- તે બીજા કોઇ સાથે રહેવા માંગ છે
  • એક વર્ષ પહેલાં લગ્ન કરનારી નુસરત જહાં ગર્ભવતિ છે, સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે

કોલકાતાઃ તૃણમુલ કોંગ્રેસ સાંસદ અને બંગાળની અભિનેત્રી નુસરતર જહાંના લગ્ન જીવનમાં તિરાડ (Nusrat Jahan marriagelife Disrupt)પડી ગઇ છે. તેના પતિ અને કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈને કહી દીધું કે તે નુસરત સાથે કોઇ સંબંધ રાખવા માંગતો નથી. કારણે કે તે બીજા કોઇ સાથે રહેવા મા ગે છે. નિખિલે છૂટાછેડા માટે દીવાની (સીવિલ) કોર્ટમાં કેસ કર્યો છે. જેના પર જુલાઇમાં સુનાવણી થશે.

નિખિલ જૈને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જે દિવસે મને ખબર પડી કે નુસરત મારી સાથે રહેવા માગતી નથી. તે બીજા કોઇની જોડે રહેવા માંગે છે. તે જ દિવસે મેં દિવાની કેસ દાખલ કરી દીધો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભવિષ્યમાં નુસરત સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ રાખવા માગતો નથી.

આ પણ વાંચોઃ હિન્દુજા હોસ્પિટલમાંથી સાયરાબાનુંએ દિલીપકુમાર સાથેની તસવીર શેર કરી

નુસરત 7 મહિનાથી પતિથી અલગ રહે છે

નુસરત અને નિખિલે જીન 2019માં જ વિદેશમાં લગ્ન કર્યા હતા. ત્યારે તેમના લગ્નની ચર્ચા અને વિરોધ પણ થયો હતો. અલબત્ત તેમના લગ્નનું અત્યાર સુધી રજીસ્ટ્રેશન થયું નહીં હોવાનું કહેવાય છે. દરમિયાન નુસરત છેલ્લા 7 મહિનાથી પતિ નિખિલથી અલગ પોતાના બાલિગંજ ખાતેના ઘરમાં રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ તે ગર્ભવતિ છે અને સપ્ટેમ્બરમાં મા બનવાની છે.

એક્ટર યશ દાસગુપ્તા સાથે અફેર

nusrat yash-dasgupta

nusrat yash-dasgupta

નુસરતના ટોલીવૂડ એક્ટર યશ દાસગુપ્તા સાથે એફરની વાતો ચાલે છે. બંનેને થોડા દિવસો પહેલાં જયપુર અને અજમેર શરીફમાં જોવા મળ્યા હતા. ત્યાની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. તેમની વચ્ચે ઘનિષ્ટતા વધી છે. એખ બીજાના ઘરે પર આવ-જા છે. નુસરતના માતા-પિતા સાથે પણ યશના સારા સંબંધો હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ શોએબ મલિક બાદ વધુ એક પાક. ક્રિકેટર ભારતનો જમાઇ, હરિયાણવી કુડીને પરણ્યો

તુર્કીમાં જૂન 2019માં લગ્ન કર્યા હતા

નોંધનીય છે કે નુસરત અને નિખિલે જૂન 2019માં તુર્કીના બોદ્રમ શહેરમાં લગ્ન (Nusrat Jahan marriagelife Disrupt)કર્યા હતા. ત્યારે તેની બહુ ચર્ચા થઇ હતી. મુસ્લિમ સમાજમાં તેનો વિરોધ પણ થયો હતો. લગ્ન પછી નુસરતના પૂજા પાઠના અહેવાલોને પગલે આ વિરોધ વેગ પકડ્યો હતો. પરંતુ ત્યારે નુસરતે બધાને જવાબ આપી દીધા હતા. હવે લોકો ચર્ચા કરે છે કે શું થયું નુસરતના દાવાઓનું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat