બંગાલી એક્ટ્રેસ અને લોકસભાની નવોદિત સાંસદ નુસરત જહાંનુ આજે ગ્રાન્ડ રિસેપ્શન કોલકાતાની આઈટીસી રોયલ હોટલમાં રાખવામાં આવ્યુ છે. જણાવી દઈએ કે નુસરતે બિઝનેસમેન નિખિલ જેન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. તેમના રિસેપ્શનમાં ફિલ્મ ઈંડસ્ટ્રી, પોલિટિક્સ અને બિઝનેસ વર્લ્ડના મોટા લોકો પહોંચી રહ્યા છે.
તેમના રિસેપ્શનમાં બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સિવાય એક્ટ્રેસ અને એમપી મિમી ચક્રવતી હાજર રહી. આ સિવાય પ્રોસેનજીત ચેટર્જી, દેવ અધિકારી, મુનમુન સેન, સ્વાસ્તિકા મુખર્જી, શ્રીજીત મુખર્જી,ટીએમસી લીડર પાર્થા ચેટર્જી અને કોલકાતાના મેયર ફિરહાદ હાકીમ હાજર રહ્યા.
રિસેપ્શનમાં બંગાળી વેજ, નોન વેજ ફૂડ અને ઈટાલીયન કુજીન જોવા મળશે. નુસરતની પસંદગીની વાનગી એવી હિલ્સા, પ્રોન્ઝ અને બિરયાની પણ રાખવામાં આવી છે.
નુસરત જહાંના રિસેપ્શનની તૈયારી, પતિને કારણે પરોસવામાં આવશે શાકાહારી વ્યંજન