Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોંગ્રેસમાં કકળાટ: શાહનવાઝ શેખના સમર્થનમાં NSUI હોદ્દેદારો અને કાર્યકરોના રાજીનામાં

કોંગ્રેસમાં કકળાટ: શાહનવાઝ શેખના સમર્થનમાં NSUI હોદ્દેદારો અને કાર્યકરોના રાજીનામાં

0
168

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસે આંતરિક વિખવાદના ડરથી કેટલાક ઉમેદવારોનવે ફોન પર જ મેન્ડેટ આપ્યા છે. અમદાવાદ શહેરના જમાલપુર વોર્ડમાં ગઈ ટર્મમાં ચૂંટાયેલા કોર્પોરેટર શાહનવાઝ શેખનું (Shahnawaz Shaikh) પત્તુ કપાતા કોંગ્રેસમાં ભડકો થયો છે. શાહનવાઝ શેખની (Shahnawaz Shaikh) ટિકિટ કપાતા NSUIના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાના રાજીનામાં ધરી દીધા છે. NSUI Support

આ મામલે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા કોંગ્રેસના બે વર્તમાન ધારાસભ્યો પર સંગીન આરોપ લગાવવામાં આવ્યાં છે. NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ શાહપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર વિધાનસભા બેઠક પરથી પાર્ટીના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પર આક્ષેપ કરીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. NSUIનો આરોપ છે કે, ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે આખી કોંગ્રેસને પોતાની બાનમાં લીધી છે. NSUI દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ પર ટિકિટ ફાળવણીમાં ભેદભાવના આક્ષેપ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, NSUIના કાર્યકરો દ્વારા “ટિકિટ કે દલાલો કો, જૂતે મારો સાલો કો”ના સુત્રોચાર કરવામાં આવ્યા હતા. NSUI Support

આ પણ વાંચો: PM મોદીએ ગુજરાત હાઈકોર્ટની ટપાલ ટિકિટ જારી કરી, કહ્યું- ‘દેશમાં 18,000થી વધુ કોર્ટ કૉમ્પ્યુટરાઈઝ થઈ’ NSUI Support

NSUIમાંથી કોણે-કોણે રાજીનામાં આપ્યા? NSUI Support
શાહનવાઝ શેખના (Shahnawaz Shaikh) સમર્થનમાં NSUIના શહેર પ્રમુખ આસિફ પવાર, ઉપ પ્રમુખ રાહિલ શ્રીમલ, અમદાવાદ શહેર મંત્રી અજય સોલંકી, પ્રદેશ મહામંત્રી નીતિન વાઘેલા, દિગ્વિજય દેસાઈ, ગુજરાત યુનિવર્સિટીના NSUI પ્રમુખ નારાયણ ભરવાડ, ઉપ પ્રમુખ તોસિત મકવાણા, મહામંત્રી વિનોદ શર્મા, મહામંત્રી અભય ગુર્જરે પોતાના રાજીનામાં આપી દીધા છે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીના વેલ્ફેર મેમ્બર સંજય સોલંકી, અરબાઝ પઠાણ, અમદાવાદ શહેર સોશિયલ મીડિયા કોર્ડિનેટર શંકર પ્રજાપતિ, NSUI રાષ્ટ્રીય સંયોજક અફઝલ ખાન ઉપરાંત 48 વોર્ડ પ્રમુખ અને 16 વિધાનસભા પ્રમુખ અને અમદાવાદ કોલેજ કમિટીના હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. NSUI Support

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat