Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ફીનો વિરોધ કરતાં NSUIના કાર્યકરોની અટકાયત

ફીનો વિરોધ કરતાં NSUIના કાર્યકરોની અટકાયત

0
94
  • હાઇકોર્ટના આદેશ બાદ પણ સરકાર હજુ ફી અંગે નિર્ણય કરી શકી નથી

  • કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓની ફી માફી નહીં કરવા સામે વિરોધ

  • વાલી અને વિદ્યાર્થીઓને મિસ્કોલ જાહેર કરવા અપીલ

અમદાવાદ: કોરોનાના કપરા સમયમાં પણ વિદ્યાર્થીઓની ફી માફી નહીં આપવાના શાળા સંચાલકોના પગલાંનો વિરોધ કરવા માટે આજે NSUI દ્વારા ગુજરાતભરમાં દેખાવો કરવામાં આવ્યા હતા. આજે અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલી સી.યુ. શાહ કોલેજ સામે આક્રમક દેખાવો કરીને રસ્તા ચક્કાજામ કરી દીધા હતા. કારંજ પોલીસે NSUIના રાષ્ટ્રીય સંયોજક સહિત આગેવાનોની અટકાયત કરીને શાહીબાગ હેડ કવાર્ટર ખાતે લઇ ગયા હતા. જયાં સમય વિત્યે તમામને છોડી મૂકયા હતા.

કોવિડ 19ના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું હતું. જેના કારણે અસંખ્ય લોકોની નોકરી છૂટી ગઇ છે. તો ઘણાં લોકોને પગાર ચુકવાયાં નથી. આ પરિસ્થિતિમાં શાળાની ફી માફ કરવાની માંગ ઉઠી હતી. જો કે શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હોવાથી ફીની માંગણી ચાલુ રાખી હતી. છેવટે સમગ્ર મામલો હાઇકોર્ટમાં ગયો હતો.

આ પણ વાંચો: સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે: રાજીવ સાતવ

હાઇકોર્ટે સરકારને સંચાલકો સાથે બેઠક યોજીને રસ્તો કાઢવાનો હુક્મ કર્યો છે. જો કે આ હુક્મ થયાંને ઘણાં દિવસો થયા છતાં હજુ સુધી સરકારે આ અંગે કોઇ જાહેરાત કરી નથી. જેથી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઇએ રાજયભરમાં દેખાવોનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેના ભાગરૂપે અમદાવાદના લાલદરવાજા ખાતે એનએસયુઆઇના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોંલકી, નિખિલ સવાણી સહિત કોર્પોરેટર શાહનવાઝ શેખ તથા અમદાવાદ શહેર એનએસયુઆઇના પ્રમુખ આસિફ પવાર સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, શાળા કોલેજની ફી માફીના સમર્થનમાં મિસ કોલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. 07941050762 નંબર ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓને મિસકોલ કરી સમર્થન જાહેર કરી શકે છે.