Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ટેક્નીકલ ખામીના પગલે નેશનલ સ્ટોક એક્સચેન્જનું કામકાજ ઠપ્પ

ટેક્નીકલ ખામીના પગલે નેશનલ સ્ટોક એક્સચેન્જનું કામકાજ ઠપ્પ

0
158

મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કેશ માર્કેટ અને ફ્યૂચર માર્કેટને ટેક્નિકલ ખામીના કારણે બંધ કરવાની ફરજ પડી છે. બેંચમાર્ક ઈન્ડેક્સ NSE NIFTY અને બેંક નિફ્ટી પર કેશ માર્કેટ રેટ સમયસર રિફ્રેશન નહીં થવાની સમસ્યા આવી રહી હતી. NSE Trading Halts

આ અંગે જાણકારી આપતા NSEએ કહ્યું કે, ટૂંક સમયમાં સિસ્ટમ રિસ્ટોર કરવા પર કામ થઈ રહ્યું છે. આ સમસ્યાને જોતા NSE પર તમામ સેગમેન્ટના કારોબારને 11:40 વાગ્યાથી બંધ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર સેન્સેક્સના ડેટા સમાન્ય રીતે અપડેટ થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: રાજપીપળા પાલિકા ચૂંટણી: પતિ-પત્ની, કાકા-ભત્રીજી-ભત્રીજો, ભાઈ-બહેન ચૂંટણી મેદાનમાં NSE Trading Halts

NSEએ જણાવ્યું કે, અમારી પાસે બે સર્વિસ પ્રોવાઈડર્સના માધ્યમથી મલ્ટીપલ ટેલિકોમ લિન્ક્સ છે. અમે બન્ને પ્રોવાઈડર્સ તરફથી જાણકારી મળી છે કે, આ લિન્ક્સમાં કંઈક સમસ્યા છે. જેના કારણે NSE સિસ્ટમ પર અસર પડી છે.

આ પ્રથમ વખત નથી કે NSEમાં આ પ્રકારની ટેકનીકલ ખામી સામે આવી હોય. ગત વર્ષે પણ અનેક વખત નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આવી સમસ્યા આવી ચૂકી છે. SEBIએ આ મામલે એક્સચેન્જને દંડ પણ ફટકાર્યો છે. SEBI એક એવી પોલિસીની તૈયારીમાં છે. જેમાં ટેક્નીકલ ખામીના કારણે થનારા નુક્સાનની ભરપાઈ કરવાની જોગવાઈ હોય. NSE Trading Halts

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat