Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > વિદેશમાં વસતા ભારતીયો મોકલશે ઓક્સિજન કન્સટ્રેટર મશીનો, ઉત્તર ગુજરાતના ગામડાઓને થશે ફાયદો

વિદેશમાં વસતા ભારતીયો મોકલશે ઓક્સિજન કન્સટ્રેટર મશીનો, ઉત્તર ગુજરાતના ગામડાઓને થશે ફાયદો

0
50

પાટણ: કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ખાસ કરીને ઑક્સિજનની કમીની ખૂબ જ વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. એકસાથે સમગ્ર દેશમાં ઑક્સિજનની તંગીની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. હોસ્પિટલમાં યોગ્ય પ્રમાણમાં ઑક્સિજન નથી મળી રહ્યો અને કોરોના મહામારીમાં ઑક્સિજનની કમીથી અનેક લોકો બેમોત મરી રહ્યાં છે. આવા કપરા સમયમાં વર્ષોથી અમેરિકામાં રહેતા પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના સેવાભાવી લોકો વતનનું ઋણ ચૂકવવા માટે આગળ આવ્યાં છે. oxygen concentrator

આ લોકોએ અમેરિકામાં 110 ઑક્સિજન કન્સટ્રેટર મશીનો ખરીદી લીધા છે. જેમાં એક મશીનનો ખર્ચ 450 થી 500 ડોલર છે. આવા 110 મશીનો અમેરિકામાંથી થોડા દિવસોમાં જ રવાના થશે અને શનિવાર સુધીમાં ભારત પહોંચી જશે. અહીં પહોંચ્યા બાદ ઉત્તર ગુજરાતના પાટણ તાલુકાના બાલિસણા ગામમાં 25, સંડેરમાં 17, મુણુંદમાં 17, વિસનગર તાલુકાના ભાંડુ ગામમાં 17 અને વાલમ ગામમાં 25 મશીનો આપવામાં આવશે. જ્યારે 9 મશીનો રિઝર્વ રાખવામાં આવશે.

આ પણ વાંચો:  દિલ્હીમાં 72 લાખ લોકોને 2 મહિનાનું મફત રાશન, ઑટો-ટેક્સી ચાલકોને 5 હજારની મદદ oxygen concentrator

આ અંગે મણૂંદ ગામના અગ્રણી દીક્ષિત પટેલનું કહેવું છે કે, કોરોના સંક્રમિત દર્દી ઑક્સિજનની કમીના કારણે પોતાનો જીવ ના ગુમાવે, એજ અમારી પ્રાથમિક્તા છે. અમેરિકામાં વસેલા 5 ગામોના સેવાભાવી લોકોએ મદદ માટે પૂરી તત્પરતા દર્શાવી છે. દવાઓ, ઑક્સિજન મશીનો ઉપરાંત કોઈ અન્ય પ્રકારની મદદ માટે પણ તેઓ તૈયાર છે.

જણાવી દઈએ કે, ઑક્સિજન કન્સટ્રેટર એક એવું મશીન છે, જેમાં ઑક્સિજન ભરવાની જરૂર નથી પડતી. આ મશીન ખુદ ઑક્સિજનનું ઉત્પાદન કરે છે. જેથી દર્દીઓને તાત્કાલીક ઑક્સિજન મળી શકે. આ મશીનથી કોરોનાના દર્દીઓને લાભ થાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat