Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતીની હત્યા, પરિવાર પર આભ તૂટી પડ્યું

અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતીની હત્યા, પરિવાર પર આભ તૂટી પડ્યું

0
276
  • અમેરિકાના બ્લેકવિલમાં આણંદના એક યુવકની લૂંટના ઇરાદે હત્યા
  • થોડાં દિવસ અગાઉ સાઉથ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં પણ એક યુવાનને લૂંટ્યો હતો
  • છેલ્લાં 30 વર્ષથી પટેલ પરિવાર અમેરિકાના બ્લેકવિલમાં સ્થાયી થયેલો છે

આણંદ : અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો હજી યથાવત છે. હજી તો ચાર દિવસ પહેલા જ દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ભરૂચના દેવલા ગામના એક યુવાનને લૂંટારાઓ દ્વારા લૂંટવામાં આવ્યો હતો. આ ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં તો અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લેકવિલમાં આણંદના એક યુવકની લૂંટના ઇરાદાથી હત્યા (shot dead gujarati in america) કરવામાં આવી છે. આ ગુજરાતી યુવકનું નામ અશ્વિન પટેલ છે અને તેઓ અમેરિકાના કન્વીનિયન સ્ટોર ધરાવતા હતાં.

મળતી માહિતી અનુસાર, ગત 8મી સપ્ટેમ્બરે અશ્વિન પટેલ નામના ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. છેલ્લાં 30 વર્ષથી અશ્વિન પટેલ અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લેકવિલમાં સ્થાયી થયા હતાં. તેમનો પરિવાર પણ ત્યાં જ રહે છે. 8 સપ્ટેમ્બરના રોજ ગ્રાહકના સ્વાંગમાં કેટલાંક અશ્વેત લૂંટારુંઓ તેમની દુકાનમાં ઘૂસી આવ્યાં હતાં. આ લૂંટારુઓએ લૂંટના ઇરાદે તેમની હત્યા (shot dead gujarati in america) કરી નાખી. અશ્વિનભાઈ મૂળ વિદ્યાનગરના નર્મદાવાસમાં રહેતા હતાં.

આ પણ વાંચોઃ આગાહી : ગુજરાતમાં ફરી ત્રાટકશે ધોધમાર વરસાદ, કેટલાંક વિસ્તારો થશે પાણી-પાણી

તમને જણાવી દઇએ કે અમેરિકાનાં સાઉથ કેરોલી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી અશ્વેતો લૂંટના ઈરાદે ગુજરાતીઓ પર લૂંટ ચલાવીને હત્યા કરવાની ઘટનાઓ વધી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં અશ્વેત લૂંટારૂઓની નજર સૌથી વધુ ગુજરાતીઓ પર હોય છે. વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતીઓ સતત લૂંટારુઓના ટાર્ગેટ પર હોય છે. જેથી વારંવાર અમેરિકામાં ગુજરાતીઓની સલામતી પર પ્રશ્નો ઉભા થતા હોય છે.

ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ અગાઉ પણ દક્ષિણ આફ્રિકાના વેન્ડા સિટીમાં ભરૂચના દેવલા ગામનો ઈમરાન નામનો યુવક રહેતો હતો. જે છેલ્લાં 10 વર્ષથી વેન્ડા સિટીમાં સ્થાયી થયો છે. વેન્ડા સિટીમાં તે હાર્ડવેરની દુકાન ધરાવે છે. થોડા દિવસ પહેલાં તે પોતાની દુકાન બંધ કરીને જ્યારે ઘરે જઈ રહ્યો હતો ત્યારે ચાર અશ્વેત લૂંટારુઓએ લૂંટવાના હેતુથી તેની નજીક ચઢી આવ્યા હતાં. ઈમરાન જ્યારે કારમાં બેસ્યો ત્યારે બે અશ્વેત યુવકોએ નજીક આવીને તેને બંદૂક બતાવી હતી. બાદમાં નિગ્રો લૂંટારૂઓએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને લૂંટારૂઓનો પ્રતિકાર કરતાં તેનો બચાવ થયો હતો.

આ પણ વાંચોઃ હવે ચીન સાથે આરપારની લડાઇ, ભારતે LAC પર બોફોર્સ તોપ ખડકી