Gujarat Exclusive > દેશ-વિદેશ > અનિશ્ચિતકાળ સુધી ટળી શકે છે NPR અને જનગણનાનો પ્રથમ તબક્કો

અનિશ્ચિતકાળ સુધી ટળી શકે છે NPR અને જનગણનાનો પ્રથમ તબક્કો

0
1312

એક એપ્રિલથી પ્રસ્તાવિત રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને અદ્યતન કરવા અને જનગણના 2021ના પ્રથમ તબક્કાને કોરોના વાયરસને કારણે અનિશ્ચિત કાળ સુધી ટાળવામાં આવી શકે છે. એક-બે દિવસમાં આ મામલે ઓફિશિયલ આદેશ જાહેર થવાની આશા છે. ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે સરકારના ઉચ્ચ સ્તર પર આ સંભાવના પર ચર્ચા ચાલી રહી છે.

NPR અને જનગણના હેઠળ ઘરોને સુચીબદ્ધ કરવાના કામના પ્રથમ તબક્કાને કોરોના વાયરસને કારણે ટાળવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે એનપીઆરને અદ્યતન કરવા અને જનગણનાના પ્રથમ તબક્કામાં ઘરોને સુચીબદ્ધ કરવાનું કામ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી થવાનું છે. ગૃહ મંત્રાલયે ગત અઠવાડિયે કહ્યું હતું કે જનગણના 2021 અને NPRને અદ્યતન કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને એક એપ્રિલથી આ શરૂ થશે.

મંત્રાલયે આ વાત જનગણના અને એનપીઆરની તૈયારીઓ પર ડિરેક્ટરોના સમ્મેલન બાદ કહી છે. ઉલ્લેખનીય છે કે કેટલીક રાજ્ય સરકારોએ એનપીઆરનો વિરોધ કર્યો અને અહી સુધી તેને લઇને ચિંતાઓ વ્યક્ત કરવા માટે કેટલાક રાજ્યોએ પોત પોતાની વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કર્યો છે. કેરળ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને બિહારે એનપીઆરનો વિરોધ કર્યો છે. જોકે, સ્પષ્ટ ક્યુ છે કે તે જનગણનાના પ્રથમ તબક્કામાં ઘરોને સૂચીબદ્ધ કરવાના કામમાં સહયોગ કરશે.

હવે ફક્ત 45 મિનિટમાં કોરોના સંક્રમિત વ્યક્તિની થશે ઓળખ, અમેરિકાને મળી મોટી સફળતા