વધતી ટેકનોલૉજીએ ફાસ્ટૈગ રિચાર્જ કરવાની પ્રક્રિયાને આસાન બનાવી દીધી છે. ફાસ્ટેગ રિચાર્જ માટે IDFC ફર્સ્ટ બૈંક પોતાના ગ્રાહકો માટે એક નવી રીત લઇને આવ્યુ છે. બેન્કે પોતાના ગ્રાહકો માટે આસાન ફાસ્ટેગ રિચાર્જ કરવા માટે WhatsApp સાથે હાથ મીલાવ્યો છે. આ સુવિધાથી બેન્કના ગ્રાહક બેન્કના વૉટ્સએપ ચૈટબૉટ દ્વારા જ ફાસ્ટેગ રિચાર્જ કરી શકશે.
Advertisement
Advertisement
રિચાર્જ કરવા માટે +919555555555 પર ‘Hi’ મોકલો
IDFC ફર્સ્ટ બેન્કની ફાસ્ટેગ રિચાર્જ સેવા ગ્રાહકના વૉટ્સએપ પર જ રિચાર્જ માટે પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. બેન્કના ગ્રાહક તેના ઓફિશિયલ ચેટબૉટ નંબર +919555555555 પર ‘Hi’ મોકલીને પ્રક્રિયા શરૂ કરી શકે છે. તે બાદ યૂઝર્સે રિચાર્જનો વિકલ્પ પસંદ કરવો પડશે અને જેટલુ રિચાર્જ કરાવવુ છે, તેટલી રકમ દાખલ કરવી પડશે. આ પ્રક્રિયામાં OTP દ્વારા લેવડ દેવડ કરવામાં આવશે, જેની પૃષ્ટી તમને એક SMS મોકલવામાં આવશે.
માત્ર IDFC ફર્સ્ટ બેન્કના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે સેવા
ફાસ્ટેગ રિચાર્જ સેવાને IDFC ફર્સ્ટ બેન્કે ઘણી આસાન બનાવી દીધી છે, જેની માટે ગ્રાહકે કોઇ અન્ય પેમેન્ટ એપ પર નહી જવુ પડે. આ સેવા માત્ર IDFC ફર્સ્ટ બેન્કના ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે. તેનાથી અલગ બેન્ક પોતાના WhatsApp ચેટબૉટ નંબર પર 25થી વધારે બેન્કિંગ સેવાની સુવિધા આપે છે, જેમાંથી કોઇ પણ સેવાને એક્સેસ કરવા માટે ઓફિશિયલ ચેટબૉટ નંબર પર માત્ર Hi લખીને મોકલવાનું હોય છે.
શું છે ફાસ્ટેગ?
ફાસ્ટેગ એક એવી ચિપ છે જે રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેકનિકની મદદથી ટોલને કેશલેસ બનાવે છે.
આ પ્રીપેડ રિચાર્જેબલ ટેગ વાહનોની સામેની વિંડશીલ્ડ પર લાગે છે
આ ફાસ્ટેગ 23 પ્રમાણિત બેન્ક, રોડ પરિવહન પ્રાધિકરણ કાર્યાલય અને ભારતીય રાજમાર્ગ મેનેજમેન્ટ કંપની દ્વારા જાહેર કરવામાં આવે છે
ફાસ્ટેગ ધરાવતા વાહનો પર ટોલ ફી પોતાની જાતે જ કપાઇ જાય છે
ડિઝિટલ ચુકવણી વધશે
એક સમય હતો જ્યારે ભારતીયોને ટોલ પ્લાજામાંથી પસાર થવામાં ડર લાગતો હતો જેથી ક્યાક લાંબી લાઇનમાં ના ફસાઇ જવાય પરંતુ હવે ફાસ્ટેગ લાગુ થવાથી આ ડર ખતમ થઇ ગયો છે. વૉટ્સએપ અને IDFC ફર્સ્ટ બેન્કની આ ભાગીદારીએ ફાસ્ટેગ રિચાર્જને આસાન કરી દીધુ છે. આ ભાગીદારી ભારતના ડિઝિટલ ચુકવણીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.
Advertisement