Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > હવે તમે WhatsAppના પ્રોફાઈલ ફોટો સેવ નહી કરી શકો, એપમાં થશે અનેક પરિવર્તન

હવે તમે WhatsAppના પ્રોફાઈલ ફોટો સેવ નહી કરી શકો, એપમાં થશે અનેક પરિવર્તન

0
411

હવે WhatsApp જલ્દી સેવ્ડ અને અનસેવ્ડ કૉન્ટેક્ટના પ્રોફાઈલ પિક્ચરને ડાઉનલોડ કરવાના ઓપ્શનને હટાવવા જઈ રહ્યું છે. એક ઓનલાઈન વેબસાઈટના જણાવ્યા અનુસાર, ફેસબુકે પોતાના બીટા વર્ઝન 2.19.319 એપ રજૂ કરીને પહેલાથી જ પોતાના ઓનલાઈન મેસેજિંગ પ્લેટફોર્મ પરથી પ્રોફાઈલ પિક્ચર ડાઉનલોડ કરવાનો ઓપ્શન હટાવી દીધો છે.

એપમાં જોડાયું નવું ફિચર્સ
અપડેટ WhatsAppમાં એક એક્સપ્રિમેન્ટ કરવામાં આવ્યું છે. ભલે તેમાં પ્રોફાઈલ પિક્ચરને ડાઉનલોડ કરવાનો ઓપ્શન ના આવી રહ્યો હોય, પરંતુ કોઈ પણ તેને સ્ક્રિનશૉટ લઈ શકે છે. જો કે WhatsAppએ પ્રોફાઈલ પિક્ચરને સેવ કરવાનો ઓપ્શન ડિસેબલ કેમ કર્યો? તે જાણી શકાયું નથી.

માનવામાં આવી રહ્યું છે કે, એપમાં વધારે પ્રાઈવસીની સુવિધાઓ અપડેટ કરવા અંગે વિચારવામાં આવી રહ્યું છે. જો કે આ મામલે કોઈ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવ્યું. આ ઉપરાંત એવું લાગી રહ્યું છે કે, કંપની એપમાં અનેક ઓપ્શનો રિમૂવ કરવા માગે છે, જ્યારે IOS પર એપ ચલાવવા માટે કંપનીએ એક નવું ફિચર રજૂ કર્યું છે.

WhatsApp યુઝર્સ IOS પર સ્ટીકર્સ સેન્ડ કરતા પહેલા તેનો ફૂલ સાઈઝને એક પ્રીવ્યુ જોઈ શકશે. આ માટે તેમને માત્ર નોટિફિકેશને થોડી વાર સુધી પ્રેસ કરીને રાખવું પડશે. એપ સ્ટોરથી આ નવું ઓપ્શન WhatsApp વર્ઝન 2.19.51ને ઈન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરી શકાશે.

એક WhatsAppથી ડેટા લીક
WhatsApp ન્યૂઝ અનુસાર તેના કૉલિંગ ફિચર દ્વારા લોકોની અંગત માહિતી લીક થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેના દ્વારા સાયબર ક્રિમિનલ કોઈના પણ ફોનમાં જાસૂસી કરી શકે છે. આવું WhatsAppના જૂના વર્ઝનમાં થતું હતું.