Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > હવે ડિજિટલ પેમેન્ટ કરવું બનશે વધુ સુરક્ષિત, RBIએ નવા નિયમ જાહેર કર્યા

હવે ડિજિટલ પેમેન્ટ કરવું બનશે વધુ સુરક્ષિત, RBIએ નવા નિયમ જાહેર કર્યા

0
727

ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે RBIએ કેટલાક નિયમો બનાવ્યા છે. જેથી તમારી બેન્ક ડિટેલ સુરક્ષિત રહે અને તમે છેતરવાથી બચી શકો. નવા નિયમ હેઠળ 2 હજારથી વધુની ચુકવણી કરવા પર ગ્રોહકોને વેરિફિકેશન માટે OTP નાખવું પડશે. હવે રેઝરપે, સીસી એવન્યૂ સહિતના પેમેન્ટ એગ્રીગેટરોએ હવે ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે ATM પીનનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપવાનું બંધ કરવું પડશે.

ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવશે
આ દિશા નિર્દેશો પેમેન્ટ એગ્રીગેટર અને પેમેન્ટ ગેટવે મારે જાહેર કરવામાં આવ્યા છે. RBIના આ નવા નિયમ હેઠળનો હેતુ ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાનો છે. આ ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડીનું જોખમ ઘટાડવામાં અને ગ્રાહકોના નાણાકીય ડેટાને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. કેન્દ્રીય બેંકે આ નિયમો નોટિફિકેશન દ્વારા જાહેર કર્યા છે.

RBIનું નવું નોટિફિકેશન
RBI ના આ નોટિફિકેશમાં કહેવામાં આવ્યું છે કે, પેમેન્ટ એગ્રીગેટરોએ હવે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે ATM પિનનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપવાનું બંધ કરવું પડશે. આ રીતે કોઈ પણ વ્યક્તિનો ATM પિન એગ્રીગેટર, પેમેન્ટ ગેટવે અને હેકર માટે ઓનલાઇન ઉપલબ્ધ રહેશે નહીં. જેથી ગ્રાહકોની સુરક્ષા પણ વધશે.

રિફંડને ચુકવણીના મૂળ સ્રોતમાં જમા કરવું
તદ ઉપરાંત RBIએ એવા એગ્રિગેટર્સને ખાતરી કરવા જણાવ્યું છે કે, તમામ રિફંડને ચુકવણીના મૂળ સ્રોતમાં જમા કરવામાં આવવુ જોઈએ. ખાસ કરીને જ્યારે ગ્રાહક કોઈ વૈકલ્પિક સ્રોતને ક્રેડિટ કરવા માટે ખાસ સંમત ન હોય. ઉલ્લેખનીય છે કે, હાલ ઘણી ઈ-કોમર્સ કંપનીઓ આવશ્યક રૂપે અથવા ડિફોલ્ટ રૂપે ગ્રાહકોના ઈ-વોલેટ્સ (E-Wallet)માં રિફંડને ક્રેડિટ કરે છે. પરિણામે ગ્રાહકને તેના બેંક ખાતામાં પૈસા પાછા મળતા નથી.

કોરોના વાયરસનો કાળો કેર: અમદાવાદમાં જ્વેલર્સ અચોક્કસ મુદ્દત સુધી સ્વયંભૂ બંધ પાળશે