નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે પાર્ટીની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીએ ગુરુવારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
આ અંતર્ગત 24 સપ્ટેમ્બરથી એનરોલમેન્ટ પ્રક્રિયા શરૂ થશે, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. મોટી વાત એ છે કે ઉમેદવારોએ રૂબરૂ હાજર રહીને ઉમેદવારી નોંધાવવાની રહેશે.
Advertisement
Advertisement
19મી ઓક્ટોબરે પરિણામ જાહેર થશે
સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસુદન મિસ્ત્રીએ જારી કરેલા નોટિફિકેશન મુજબ ચૂંટણી માટે નોમિનેશન ભરવાની પ્રક્રિયા 24થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી 1 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે અને ઉમેદવારો 8 ઓક્ટોબર સુધી તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે.
જો એક કરતા વધુ ઉમેદવારો હશે તો 17 ઓક્ટોબરે સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ પછી 19 ઓક્ટોબરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
બે દાયકામાં પ્રથમ વખત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મુકાબલો
તમને જણાવી દઈએ કે છેલ્લા બે દાયકામાં આ પહેલીવાર હશે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે બે નેતાઓ વચ્ચે મુકાબલો જોવા મળશે.
આ પહેલા અંતિમ વખત 2001માં સોનિયા ગાંધી અને જિતેન્દ્ર પ્રસાદ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં સોનિયા ગાંધીએ એકતરફી જીત મેળવી હતી. આ સિવાય જો રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં નહીં ઉતરે તો લગભગ 25 વર્ષ બાદ કોંગ્રેસને બિન-ગાંધી અધ્યક્ષ મળવાનું લગભગ નિશ્ચિત છે. આ દરમિયાન સોનિયા અને રાહુલ જ પ્રમુખ રહ્યા છે.
રાહુલ ગાંધીને ચૂંટણી લડવા માટે મનાવવામાં લાગ્યા કોંગ્રેસના નેતા
રાહુલ ગાંધી અધ્યક્ષ પદની રેસમાંથી બહાર છે. જોકે, કોંગ્રેસના નેતા તેમણે મનાવવામાં લાગેલા છે અને કેટલાક રાજ્ય તેમણે ફરીથી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પસાર કરી ચુક્યા છે પરંતુ હજુ સુધી તેમણે સહમતિ આપી નથી.
આ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સ્પષ્ટ કરી દીધુ કે જો રાહુલ ગાંધી ચૂંટણી નથી લડતા તો તે પાર્ટીના નિર્ણયનું સમ્માન કરતા ચૂંટણી લડશે. એવામાં આ વખતે ચૂંટણી નક્કી માનવામાં આવી રહી છે.
શશિ થરૂર અને ગહેલોત વચ્ચે મુકાબલો
ગહેલોતના ચૂંટણી મેદાનમાં ઉતરવા પર તેમનો સામનો શશિ થરૂર સાથે થઇ શકે છે. બળવાખોર નેતાઓના G-23 ગ્રુપમાંથી આવનારા શશિ થરૂરે તાજેતરમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને તેમની પાસે અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની પરવાનગી માંગી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે સોનિયા ગાંધીએ તેમણે ચૂંટણી લડવાની પરવાનગી આપી દીધી છે. એવામાં અશોક ગહેલોતનો થરૂર સાથે મુકાબલો થવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ છે.
આ નેતાઓ પણ ચૂંટણી લડી શકે છે
ચૂંટણી માટે અત્યાર સુધી અશોક ગહેલોત અને થરૂરનું જ નામ સામે આવ્યુ હતુ પરંતુ હવે કેટલાક અન્ય નામ પણ સામે આવ્યા છે. સીનિયર નેતા અને G-23માં સામેલ મનીષ તિવારી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનું નામ પણ મુખ્ય છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ બન્ને નેતા પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. ભારત જોડો યાત્રામાં સામેલ થયા બાદ મલ્લિકાર્જૂન ખડગેના નામની ચર્ચા થવા લાગી છે.
Advertisement