Gujarat Exclusive > The Exclusive > નર્મદા ડિઝાસ્ટર મામલતદારની ખેતી અધિકારીને ફરજ પર બેદરકારી બદલ નોટિસ

નર્મદા ડિઝાસ્ટર મામલતદારની ખેતી અધિકારીને ફરજ પર બેદરકારી બદલ નોટિસ

0
62

ચોમાસા દરમિયાન કામગીરી સોંપાયેલી હોય અને જો બેદરકારી દાખવે તો આધિકારીઓ કર્મચારીઓ સામે પગલાં ભરવા જિલ્લા કલેક્ટરનો આદેશ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: આપત્તિ વ્યવસ્થાપન તંત્રના કંટ્રોલરૂમ ઉપરની ફરજ પર ગેરહાજર રહી ફરજમાં બેદરકારી દાખવતા રાજપીપળા ખેતી નિયામક કચેરીના કર્મચારીને ડિઝાસ્ટર મામલતદારે કારણદર્શક નોટિશ ફટકારતા આધિકારીઓમાં ફાફળાટ ફેલાયો છે.

ગત 26 જુલાઈ 21 થી 21 ઓગષ્ટ 21 ના રોજ રાત્રે 10 કલાકથી સવારના 7 કલાક સુધી નર્મદા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ઉપર ફરજ બજાવવા માટે રાજપીપળા ખેતી નિયામક કચેરીના અધિકારી એમ.એમ.પટેલને નિયુક્ત કરવામાં આવ્યા હતા.ડિઝાસ્ટર મામલતદારનું કહેવું છે કે તેઓ કંટ્રોલરૂમ ખાતે ફરજ બજાવવા હાજર થયેલ નથી.જેથી સ્ટેટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, ગાંધીનગર ખાતે સમયસર માહિતી આપી શકાયેલ નથી.તેમજ કંટ્રોલરૂમ ઉપર આવતા ફોન અધિકારીની ગેરહાજરીના કારણે સમયસર રીસીવ થયેલ નથી.હાલમાં ચોમાસું સીઝન અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ધ્યાને રાખી કંટ્રોલરૂમ પર હાજરી અનિવાર્ય હોવા છતાં તેઓ કોઇ પણ જાતની આગોતરી જાણ કર્યા સિવાય ગેરહાજર હતા.

જેથી આ અધિકારી સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓ અનુસાર કાર્યવાહી શા માટે ન કરવી તેનો લેખિત ખુલાશો નોટિશ મળ્યાની દિન-1 માં કરવા કારણ દર્શક નોટિસ ફટકારી છે.જો તેઓ ખુલાસો નહિ કરે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અનુસાર 6 માસની કેદ અથવા 10,000 અથવા બન્નેવ સજાને પાત્ર ગુનો બને છે.આ બાબત નર્મદા કલેકટરના ધ્યાને પણ મુકવામાં આવશે.

આ બાબતે એમ.એમ.પટેલે જણાવ્યું હતું કે હું છેલ્લા એક મહિનાથી રજા પર હતો મેં રજાનો રિપોર્ટ પણ મોકલી આપ્યો છે.એટલે આ ઓર્ડર બાબતની મને જાણ નહોતી.22 તારીખે મારી ડ્યુટી નાંદોદ ડિઝાસ્ટરમાં પણ હતી.હું ડિઝાસ્ટર મામલતદારને ખુલાસો આપવા જવાનો જ છું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat