હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત પછી કહ્યું કે, હરિયાણા ખેડૂત આંદોલનનું કેન્દ્ર છે, તેથી અમે અમારા રાજ્યમાં કાનૂન-વ્યવસ્થા અને સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા કરી. ખટ્ટર સાથે શાહની મુલાકાત કરવા ગયેલા મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, હરિયાણા સરકારને કોઈ ખતરો નથી તે પોતાના પાંચ વર્ષ પૂર્ણ કરશે. તેમને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે સમિતિની રચના કરી છે. આશા છે કે, ચીજો ઝડપી ઉકેલાઈ જશે.
ઉલ્લેખનિય છે કે, ખેડૂતોના રોષના કારણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની કરનાલની રેલી રદ્દ થવા અને ત્યાં 800થી વધારે લોકો પર કેસ નોંધ્યા પછી પ્રદેશમાં રાજકારણ ગરમાઇ ગયું છે. પ્રદેશની સરકારમાં ભાજપાની સહયોગી જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના ધારાસભ્યોએ મંગળવારે ઉપ મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રમુખ દુષ્યંત ચૌટાલા સાથે મુલાકાત કરીને કૃષિ કાયદાઓને પરત લેવાની માંગ કરી.
તેમને દુષ્યંત ચૌટાલાને સ્પષ્ટ રીતે કહ્યું કે, એવું થશે નહીં તો તેની ગઠબંધન સરકારને ભારે કિંમત ચૂકવવી પડશે. તે પછી દુષ્યંત ચૌટાલાને લઈને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર નવી દિલ્હી પહોંચ્યા, જ્યાં બંને નેતાઓએ ગૃહ મંત્રી અમીત શાહ સાથે મુલાકાત કરી.
જેજેપીના હરિયાણા મંત્રી નિશાન સિંહે કહ્યું કે, ઉપ મુખ્યમંત્રી સાથે તેમની બેઠકનો એક જ એજેન્ડા હતો, કૃષિ કાયદાઓની વાપસી, કરનાલમાં નારાજ ખેડૂતોએ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની મહાપંચાયત થવા દીધી નહતી. તેમનું હેલિકોપ્ટર ઉતરવા દીધો નહતો. કરનાલ લોકસભા સીટ ભાજપા પાસે છે અને પોતે મુખ્યમંત્રી ખટ્ટર કરનાલ વિધાનસભાથી ચૂંટાઈને આવેલા છે.