આજે રાત્રે 10.15 વાગ્યાના સુમારે સમગ્ર ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સૌ પ્રથમ તેના અહેવાલ દિલ્હી-એનસીઆરથી આવ્યા હતા. તે પછી ઉત્તર પ્રદેશ,હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયાં હતા. જોકે, જાનમાલને નુક્સાનના કોઈ પ્રાથમિક અહેવાલ નથી. દિલ્હી એનસીઆરમાં અગાઉ જાન્યુઆરી, 2023માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Advertisement
Advertisement
મળતી માહિતી પ્રમાણે 6.6ની તીવ્રતાના આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં જમીનની 35 કિ.મી.ની ઉંડાઈએ હતું. ભૂકંપના આંચકા અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન, કઝાકિસ્તાન અને ચીનમાં પણ નોંધાયા હોવાના અહેવાલ છે. અગાઉ ભૂકંપની તીવ્રતા 7.7 હોવાના અહેવાલ હતા. જોકે, પાછળથી તે 5.5નો ભૂકંપ હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.6 હોવાનું જણાયું હતું.
લોકોએ ભૂકંપના આંચકા દસ સેકન્ડથી લઈને એક-દોઢ મિનિટ સુધી અનુભવ્યા હતા. ભૂકંપને લીધે ગભરાઈ ગયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાઈરાઈઝ ફ્લેટોમાં રહેતા લોકો તાત્કાલિક ઘરની નીચે આવી ગયા હતા. ભૂકંપના આંચકા લાંબો સમય સુધી અનુભવવાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લોકો પોતાના પરિવારજનોને ફોન કરીને એકબીજાના ખબરઅંતર પૂછતા હતા.
Advertisement